તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાની મ્યુનિ.શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.16, મહુવામાં ધો.1 થી 8ના વિદ્યાર્થીઓ માટેનો શાળામાં ફુલડાની ફોરમ-2 (વાર્ષિકોત્સવ) માં શાસનાધિકારી મોરીભાઇ, વાઇસ ચેરમેન નિલેષભાઇ ગોહિલ, તથા વાલીગણ અને મહુવાના તમામ શાળાના આચાર્ય અને શિક્ષકગણ વગેરેની હાજરીમાં ઉજવાયો હતો.

કાર્યક્રમમાં ધો.8ની બાળા પથ્થર દિપાલી દિલીપભાઇને સ્ટુડન્ટ ઓફ યરનો એવોર્ડ આપીને એલ.આઇ.સી.ના વિકાસ અધિકારીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકો તથા આવેલ મહેમાનોએ કાર્યક્રમનો લાભ ઉઠાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય નિલેષભાઇ એમ.સોલંકી, શાળા શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, સી.આર.સી.કો.ઓ. વિ.એ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...