તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદરણામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંમહુવા તાલુકાના ગુંદરણા ખાતે ડો.ઉમેશ જોષીના માર્ગદર્શન હેઠળ મહુવાની હનુમંત હોસ્પિટલ દ્વારા આંખ તથા જનરલ તપાસ અને બાળરોગના દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. ગુંદરણાના મહુવા તા.પં.ના સભ્ય દાદુભાઇ કામળીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરાયું હતું. ગુંદાણા ગ્રા.પં.ના સભ્ય રાજુભાઇ જોષી, ભગુડા ગ્રા.પં.ના ઉપસરપંચ ગોદાભાઇ ભંમરની હાજરીમાં યોજાયેલા કેમ્પમાં 110 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો.સમીર મહેતા તથા ડો.મુકુંદ યાદવ, મકવાણા અર્ચનાબેન, દુધરેજીયા પ્રસન્નના, ગોંડલીયા નિલમબેન, મનીષ ત્રિવેદી હાજર રહી કેમ્પમાં સેવા આપેલ.

અન્ય સમાચારો પણ છે...