• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • પ્રાથમિક શાળામાં બાળકો પર ઝેરી મધમાખીઓનું ઝૂંડ તૂટી પડ્યું...

પ્રાથમિક શાળામાં બાળકો પર ઝેરી મધમાખીઓનું ઝૂંડ તૂટી પડ્યું...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 26 ફેબ્રુઆરી

મહુવા તાલુકાના દુઘેરી ગામે પ્રાથમિક શાળાના ધો.1 થી 5ના વિદ્યાર્થીઓને આજે સાંજે પોતાના કલાસરૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન શાળાની પાસે આવેલા ઝાડ ઉપર ઝેરી મધમાખીના એક મધપુડા ઉપર કોઇ પક્ષીએ ચાંચ મારતા આ મધપુડાની ઝેરી માખીઓ શાળાના તમામ કલાસ રૂમમાં પ્રવેશી નાના નાના વિદ્યાર્થીઓને ડંખતા પિડાથી બાળકોની ચિચાયારીથી કલાસરૂમ ગંુજી ઉઠ્યા હતા. જેની જાણ થતા શિક્ષકો અને ગ્રામજનોએ બચાવવાના ભારે પ્રયાસ હાથ ધર્યા હતા.

મહુવા તાલુકાના દુધેરી ગામની પ્રાથમિક શાળામાં આજે સાંજે 4.30 કલાકે એકાએક મધમાખીના ઝુંડ વિદ્યાર્થીઓને ડંખ મારતા ભારે ચિચિયારી મચી ગઇ હતી. તે દરમિયાન ગ્રામજનો પણ શાળા ઉપર દોડી આવ્યા હતા અને તાકીદે 108 તથા ગામના વાહનો બોલાવી 70 જેટલા વિદ્યાથીઓ, બે શિક્ષકો અને 7 જેટલા ગ્રામજનોને તાકીદે મહુવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ હતી.

ગંભીર અસરથી બાળકોને દાખલ કર્યા, તંત્રવાહકો ગામભણી
જેમાંથી ઘવાયેલા વિદ્યાર્થીઓ પૈકી ત્રણેક વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવેલ છે. જોકે માઢીયા ગામની પી.એચ.સી. ટીમ અને સરકારી તંત્ર તાકીદે દુઘેરી ખાતે ધસી ગયુ છે. મધમાખીની ડંખ પામેલા વિદ્યાર્થી, શિક્ષકો કે ગ્રામજનો માંથી કોઇને ગંભીર સ્થિતિ નહી હોવાનુ જાણવા મળેલ છે.

ગ્રામજનો દોડ્યા
વિદ્યાર્થીઓને જાણ કરી અને હાહો થઇ તુરંત ગ્રામજનો દોડી આવ્યા, અમે 108ને ફોન કરી દિધો, તુરંત બાળકોને તાબડતોડ દાખલ કરી દિધા. હાલમાં રાહત થઇ ગઇ છે. રજની બારૈયા, આચાર્ય

બાળકો ડરી ગયા
બાળકોએ રોકકળ કરી શરૂ કરી દિધા બાદ બધાય બાળકો ભયભીત થઇ ગયા હતા, ડરથી ફફડતા બાળકોને શાંત કર્યા, ગંભીરતા વધી ગઇ હતી. મોહનભાઇ ભાલિયા, સરપંચ, ગ્રામ પંચાયત, દુધેરી

માંડ થાળે પડ્યંુ
બાળકોમાં ભારે ગભરાટ હતો, કારણ કે જેને માખીએ ડંશ દિધો તે પિડાથી રોકકળ કરતા બીજા બાળકો પણ ડરી ગયા, સ્થિતિ થાળે પાડી. સારવાર ચાલુ છે. વિઠ્ઠલભાઇ સોલંકી, ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...