તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • દર 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ દેશમાં કહેવા પુરતો ઉજવાય

દર 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ દેશમાં કહેવા પુરતો ઉજવાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ દેશમાં કહેવા પુરતો ઉજવાય રહ્યો છે. દેશના 2035 ખેડુતો દરરોજ ખેતી છોડી રહ્યાં છે. ભારતના 70ટકા લોકો ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. રોજગારી સીધી કે આડકતરી રીતે કૃષિક્ષેત્ર સાથે જોડાયેલ હોવાથી પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. ગુજરાતમા 18560 જેટલા ગામડાઓની રોજગારી ખેતી છે. હાલ ખેતી એક ખોટનો ધંધો સાબીત થઇ રહ્યો છે. ખેતીમા યાંત્રીકરણ, એમ.જી બીયારણો, ખાતરો, પેસ્ટીસાઇડ અને ખેતમજુરીના વધતા દર સામે ખેતી એક બોજ બની ગઇ છે. ઘટતુ ઉત્પાદન અને ઘટતા ભાવોથી ખડુત હતાશ થતો જાય છે. ખેડુત પરિવારની નવી પેઢીનો ખેતીમાંથી રસ ઉઠી શેહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આવા સંજોગોમા ખેતી કોણ કરશે ?

માત્ર ઉદ્યોગો રોજગારી સર્જન કરે શક્ય નથી. ખેતીના વિકાસ અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ બજારમાં મળે તેવા પુરતા પ્રયત્નો કરવા જરૂરી છે. ઔદ્યોગીકરણની આંધળી દોડમાં ખેતીક્ષેત્ર વિસરાઇ રહ્યું છે અને મોટાઉધોગો ના ફેલાવામાં અનેક નાના-મોટા ઉદ્યોગો ફસાઇ ગયા છે. માંગ, ઉત્પાદન, પુરવઠા વચ્ચે સમતુલા નથી. આથી ખેતી નબળી પડી છે, ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે. બેરોજગારી વધી છે. નવા ઉદ્યોગના 10 એકમ ઉભા થાય તો જુના 20 બંધ થાય છે. આવી છેતરામણી અર્થવ્યવસ્થાને આપણે વિકાસની વ્યાખ્યામા ગણીયે તે એક મોટુ આશ્ચર્ય છે.

આજે વિદેશમાં ઓર્ગેનીક ખેતપેદાશોની માંગ વધી રહી છે. ત્યારે પ્રોસેસ ઓર્ગેનીક કાંદાની માંગ આવશે. પરંતુ ઓર્ગેનીક કાંદાનું ઔદ્યોગિક ઉપયોગ કરી શકાય તેટલા જથ્થામાં ઉત્પાદન થતુ નથી. ત્યારે ડીહાઇડ્રેશન કાંદા ઉપર બજારનું મોટુ જોખમ આવતા ભવિષ્યમાં તોળાઇ રહ્યુ છે.

અત્રે યાદ આપવુ ઘટે કે મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ચેરમેન ધનશ્યામભાઇ પટેલે મગફળીના પાક માટે આવો સુંદર પ્રયાસ કર્યો હતો. તેમ ઓર્ગેનીક ખેતીના અગ્રણી હીંમતભાઇ પારેખ(ભાદ્રોડ)એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...