તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનસીસી દિવસની ઉજવણી સાથે વધુમાં વધુ મતદાન કરાવવા સંકલ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનસીસી દિવસની ઉજવણી સાથે વધુમાં વધુ મતદાન કરાવવા સંકલ્પ

વિશ્વના સૌથી મોટા ગણવેશધારી સંગઠન નેશનલ કેડેટ કોર્પ ના કેડેટો દ્વારા એન.સી.સી. ડેની ભવ્ય ઉજવણી કરી હતી. મહુવાની જે.પી.પારેખ હાઇસ્કુલ અને શેઠ એમ.એન. હાઇસ્કુલના એન.સી.સી. કેડેટોએ શાળા સફાઇ દ્વારા સ્વચ્છતાના વડાપ્રધાને આપેલા સ્વચ્છતા અભિયાનને ઉજાગર કરેલ. તેમજ આગામી વિધાનસભાની ચંૂટણીમાં તેમના પરિવારના તમામ મતદાતા 100 ટકા મતદાન કરે તે માટે જાગૃત રહેવા શપથ લઇ ભારતના ચંૂટણીપંચની મતદાન જાગૃતિ ઝુંબેશમાં સહયોગ આપેલ. ચીફ ઓફિસર કીર્તિ શાહ, વલ્લભભાઇ બલદાણીયાએ એન.સી.સી.ની સ્થાપના, કાર્યપદ્ધતિ અને સરકારી તથા ખાનગી નોકરીમાં એન.સી.સી.ના પ્રમાણપત્રો થી મળતી અગ્રતા વિશે સમજુતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...