તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવામાં CTSથી તમામ બેન્કોમાં ચેકોનુ ક્લિયરીંગ : વેપારીને રાહત

મહુવામાં CTSથી તમામ બેન્કોમાં ચેકોનુ ક્લિયરીંગ : વેપારીને રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ કેશલેસ અર્થવ્યવસ્થા ઉભી થવાના કારણે મહુવાની ચેસ્ટ બેંક એસ.બી.આઇ.સંચાલીત કલીયરીંગ હાઉસમાં આવતા ચેકનું પ્રમાણ ત્રણ ગણું થવા પામેલ છે. ડીઝીટલ ઇન્ડીયામાં બેંક ગ્રાહકોમાં ઉભી થયેલી હાડમારી દુર કરવા ગ્રાહકોને સમયસર નાણા મળે ટ્રાન્ઝેક્શન ઝડપી થાય તે માટે સી.ટી.એસ.ની વ્યવસ્થા ઉભી કરવા છેલ્લા ઘણા સમયથી વેપારીઓમાં ઉભી થવા પામેલ માંગ ઉજાગર કરવામાં આવી હતી. જે અન્વયે આગામી તા.30/11/2017થી મહુવાની તમામ બેંકો દ્વારા સી.ટી.એસ. સિસ્ટમથી ચેકો ક્લીયર થશે.

મહુવા ખાતે એસ.બી.આઇ. દરબારગઢ શાખા(કરન્સી ચેસ્ટ બેંક) કલીયરીંગ હાઉસની જવાબદારી નીભાવતી તે ભૂતકાળ બની જશે. તેમજ બહારગામના ચેક ટપાલમાં મોકલવાની પ્રથા બંધ થશે. હવે માત્ર નોન સી.ટી.સી. ચેક ક્લીયર કરવાની જવાબદારી દર સોમવારે એટલે કે અઠવાડીયામાં એક દિવસ મહુવાની નાગરીક સહકારી બેંક નિભાવશે. હવે મહુવાની દરેક બેંકો ચેક કલીયર કરવા માટે તેમના કર્મચારી સાથે ચેક સાથે મોકલી ભેગા થઇ ચેકનું આદાન-પ્રદાન કે ટપાલ વ્યવહારથી મોકલાતા ચેકો એક ભૂતકાળ બની જશે.

સુવિધાથી શંુ ફાયદા

48કલાકમાં ગ્રાહકના ખાતામાં કોઇપણ બેંકના ચેકના નાણા જમા થઇ જશે > ઇસ્ટુમેન્ટ બહારગામ મોકલવાનું બંધ થશે. > ઇસ્ટુમેન્ટની ઇમેજ જશે, ચેક ફ્રોડની જવાબદારી લેનાર બેંકની રહેશે. > આથી ચેકની સંપૂર્ણ ચકાસણી થશે > જોકે લોકલ ચેક બેંકમાં બપોરના 12 કલાક પહેલા રજુ થતો ત્યારે તે દિવસે નાણા જમા થતા હતા. > તેમના બદલે 48 કલાકમાં જમા થશે.

કોઇપણ બેન્કોમાં ગણતરીના કલાકોમાં ચેકની રકમ જમા થઇ જશે

રાહત | લાંબા સમયથી ઉઠેલી માંગણી અંતે ઉકેલાઇ

અન્ય સમાચારો પણ છે...