તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા શહેરમાં જાગરણમાં રાત્રીએ વધતો જતા આવારા તત્વોનો ત્રાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા શહેરમાં જાગરણમાં રાત્રીએ વધતો જતા આવારા તત્વોનો ત્રાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર્તુમાસનાઆરંભે હિન્દુ ધર્મમાં વિવિધ તહેવારોની શરૂઆત થઇ રહી છે. લોકો તેમના તહેવારો આસ્થા સાથે આનંદથી માણી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવા માંગ ઉભી થવા પામી છે. મોળાકતના પાંચ દિવસીય વ્રત બાદ જયા પાર્વતિના વ્રત, ફુલકાંજળી, દિવાસાના વ્રત અને જાગરણ કરવામાં આવે છે. બહેનો સારો વર મળી રહે અથવા પતીના દિર્ધાયું માટે વ્રતની ઉજવણી કરે અને જાગરણ કરે છે.

મહુવામાં જાગરણની રાત્રે બહેનોના ટોળે-ટોળા ગાંધીબાગથી લઇ વાસીતળાવ સુધી મેળાના સ્વરૂપમાં જોવા મળે છે. શહેરમાં વિવિધ સ્થળે પોતાની સખીઓ સાથે અને મહુવામાં ગાંધીબાગ કે વિવિધ રમણીય સ્થળે જાગરણ કરે છે. જાગરણ દરમ્યાન પોલીસ ખાતા ને પણ જાગરણ કરવું પડે છે. રાત્રીના રોડ રોમીયાઓ બાઇક લઇને બિભત્સ હરકતો કરતાં મહુવાનાં ગાંધીબાગથી નિકળી વાસીતળાવ સુધીના વિસ્તારમાં પુરઝડપે ગાડીઓ ચલાવી છેડતી કરતાં હોય છે. આવા અનેક કિસ્સાઓ મહુવા શહેરમાં બની ગયાં છે. આવા રોડ રોમીયાઓને નાથવા મહુવા પોલીસે ભુતકાળમાં સઘન કામગીરી હાથ ધરી હતી તેવીજ કામગીરી હાથ ધરવા યોગ્ય આયોજન હાથ ધરે તે જરૂરી છે.

આગામી જાગરણ તથા વિવિધ ધાર્મિક તહેવારોની ખરીદી માટે શહેરમાં મુખ્ય બજારોમાં બહેનો ખરીદી કરવા નીકળે તેવા સમયે ગાંધીબાગ રોડ, હોસ્પિટલ રોડ, ગાંધીના પુતળા, વાસીતળાવ તથા ડો.સ્ટીટ વીગેરે વિસ્તારોમાં રોમિયાઓ બાઇકને સ્ડેન્ડ કરી આવતી-જતી બહેન-દિકરીઓને વિવિધ રીતે છેડતી, દ્વિઅર્થી સંવાદ તથા બિભત્સ હરકતો કરતાં હોવાની ફરીયાદો ઉભી થાય તે માટે પોલીસ દ્વારા આગોતરૂ આયોજન કરવા માંગ ઉભી થયા પામી છે.

વ્રતની ઉજવણી માટે બહેનોના સવારે સાંજે મંદિરે પુજા કરવા જવાના સમયે અને રાત્રીના જાગરણ સમયે રોમિયાઓ દ્વારા કોઇ છેડતીના બનાવો બનવા પામે તે માટે અત્યારથી આગોતરૂ આયોજન ગોઠવે તેવી માંગ ઉઠી છે.

જાગરણના દિવસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાશે

^તહેવારોઅને જાગરણ નિમીતે દિવસે તેમજ રાત્રીના કડક પોલીસ બંદોબસ્ત તથા સઘન પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવેલ છે. સ્ટાફ ઘટને પહોચી વળવા હોર્મગાર્ડની સેવા પણ લેવામાં આવશે. >વી.એસ.માંજરીયા, પોલીસઇન્સ્પેકટર મહુવા

બદલાતી જતી જાગરણ કરવાની રીત -પરંપરા

સમયનાબદલાવ સાથે જાગરણ કરવાની પધ્ધતિ પણ બદલાઇ છે. જાગરણની રાત્રે બહેનો તેમની સખીઓ સાથે ગામના ચોકમાં મંદિર પાસે દાંડીયા રાસ રમી કે ભજન કિર્તન કરી સારા વર માટે અને પતિના દિર્ધાયું માટે જાગરણ કરતી. ત્યારબાદ ટીવીનો યુગ શરૂ થતાં જાગરણની રાત્રે મનગમતું ગુજરાતી કે હિન્દી પિક્ચર જોઇને અથવા અંતાક્ષરી રમી આખી રાત જાગરણ કરતા હતા. હવે જાહેર માર્ગો પર ફરવા નિકળવાનો પણ ક્રેઝ શરૂ થયો છે.

ગાંધીબાગ રોડ, ગાંધીજીની પ્રતિમા, વાસીતળાવ, ડોકટર સ્ટ્રીટ સહિતમાં સ્પીડે બાઇકો દોડાવાવી ખરાબ હરકતો કરાય છે

પાણી પહેલા પાળ | કોઇ ઘટના બને તે પૂર્વે કાર્યવાહી કરવા માંગણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો