તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહુવામાં ગટરના દુર્ગંધયુક્ત પાણી લોકો ત્રસ્ત

મહુવામાં ગટરના દુર્ગંધયુક્ત પાણી લોકો ત્રસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા નગર સેવા સદનના અધિકારીઓ ડોક્ટર સ્ટ્રીટના રોડ ઉપર વહેતા ગટર પાણીનને ટકાવવા કોઇ કાયમી અને પરિણાત્મક પગલા ભરતા સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત સાથેના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કાગળ ઉપર અને તસ્વીરોમાં જોવા મળે છે. હકીકતે સ્વચ્છતા બાબતે કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી અને લોકો પણ સહન કરે છે.

મહુવાના ડોક્ટર સ્ટ્રીટ ઉપર વેપારીઓ ઉબકા કરતા કરતા વેપાર પસાર થાય છે, રાહદારીઓ મોઢે બુકાની બાંધી કપડા ઉંચા લઇ રોડ ઉપરથી મહામુશ્કેલીએ પસાર થતા જોવા મળતા હતા. તેમ છતા વાહનચાલક નીકળે એટલે કપડા પણ ગટરના પાણીથી ગંદા થાય છે.

વેપારીઓએ નગર સેવા સદનમાં અનેક વખત રજુઆત કરવા છતા ગટરના ગંધાતા વહેતા પાણીને સાફ કરવા કે, જંતુનાશક દવાનો છંટકાવ કરવાની ખેવના પણ કરાતી નથી.

અંતે લોકોએ મહુવાના મદદનીશ કલેક્ટર સમક્ષ જાહેર સુખાકારી અને આરોગ્ય માટે ગટરનો પ્રશ્ન હલ કરવા કરી હતી. છે. મહુવાના આઇ.એ.એસ. અધિકારી પોતાની સત્તાનો ઉપયોગ કરી નગર સેવા સદન સામે કડક અને ત્વરિત પગલા ભરે તેવી મહુવાની જનતા અપેક્ષા રાખી રહી છે.

ડોક્ટર સ્ટ્રીટની ગટર ઉપરાંત વિસ્તારના ૨૦૦ મીટર રોડની દુર્દશા દુર કરવા માટે પણ નગર સેવા સદન દ્વારા રાજકીય વેરઝેરની વસુલાત માટે કોઇ ખેવના લેવામાં આવતી હોવાની ગંભીર ફરીયાદ નગરજનોમાં ઉભી થવા પામી છે. જેથી રોષ ફેલાયો છે.

ગટરનું પાણી અટકાવવા સૂચના આપી છે

ડોક્ટરસ્ટ્રીટમાં ગટરનુ પાણી વહેતુ થયુ હોય તેને તાત્કાલીક ધોરણે અટકાવવા રોડ ઉપર જંતુનાશક દવાઓ છાંટવા આજે સુચનાઓ આપુ છુ અને મારી મહુવાની મુલાકાત સમયે અધિકારીઓની મિટીંગ યોજી પ્રશ્નના કાયમી નિકાલ માટે વ્યવસ્થા વિચારવામાં આવશે. > જે.એલ.દવે,ઇન્ચાર્જચીફ ઓફિસર, મહુવા નગર સેવા સદન