તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

148 લોકો રેલ મુસાફરી કરીને કરશે ગાંધીગીરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 29 સપ્ટેમ્બર

મહુવાસુરત ડેઇલી ટ્રેન ડાયમન્ડ એક્ષપ્રેસની માંગણી સાથે ગાંધી જયંતીએ લીલીયાથી મહુવા રેલ યાત્રા યોજી ડિમાન્ડ ડે ઉજવવાનું સૌરાષ્ટ વિકાસ પરીષદે જાહેર કરેલ છે. લીલીયાના આગેવાનો રેલ યાત્રીનું સ્વાગત કરી યાત્રીકોને 12.30 કલાકે લીલીયા થી મહુવા ટ્રેનમાં વીદાય આપશે. ટ્રેન મહુવા બપોરે 2.30 કલાકે પહોચશે.

મહાત્મા ગાંધીજીની 148 જન્મ જંયતી નીમીતે 148 યાત્રીકો સુરત-મહુવા-સુરત ડેઇલી ટ્રેન ડાયમન્ડ એક્ષપ્રેસની માંગ બુલંદ બનાવા મહુવા પહોચશે ત્યારે મહુવા ચેમ્બર ઓફ કોમર્સના કારો બારી સભ્ય, રત્નકલાકારો, મહુવાના વિવિધ રાજકીય સંગઠનોના પદાધીકારીઓ કાર્યકરો અને રેલ યાત્રીઓ 148 રેલ યાત્રીકોનુ ભવ્યસ્વાગત કરશે અને સુરત-મહુવા-સુરત ડેઇલી ટ્રેન ડાયમન્ડ એક્ષપ્રેસની માંગને ટેકો આપશે.

સૌરાષ્ટ વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠલાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન આપી અમરેલીને બ્રોડગેજનો લાભ આપવા રજુઆત કરી છે.

પીપાવાવ પોર્ટમાં માલની અવરજવર માટે ખાસ રેલવે સુવીદ્યા ઉભી કરવામાં આવી છે. તેનાથી ઔદ્યોગીક વિકાસ થાય છે. પણ મુસાફરોને કોઇ લાભ મળતો નથી. અઠવાડીએ એક વાર મહુવા-સુરત ટ્રેન ચાલે છે. વિસ્તારમા 40 હજારથી વધુ યુવાનો રોજગારી માટે સુરત સ્થાયી થયા છે. પણ પ્રસંગોપાત વતન આવવા માટે બસ કે ટેક્સીમાં આવવું પડે છે. આથી મહુવા-સુરત ટ્રેન ડેઇલી થાય તો લોકોને સારો એવો લાભ મળી શકે.

મહુવા રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નીચા હોય તેની ઉંચાઇ અને લંબાઇ વધારી 24 જેટલા કોચનો સમાવેશ થઇ શકે તેવી જરૂરીયાત ઉભા કરવામાં આવે તેમજ રેલ્વે સ્ટેશનન ઉપરનું ગુડ્ઝ પ્લેટફોર્મને પણ મુસાફરો માટેના પ્લેટફોર્મમાં ફેરવવામાં આવે અને ઓવર ફુટ બ્રીઝ બનાવવામાં આવે અને સીસીટીવી કેમેરાથી મહુવા સ્ટેશનને સજ્જ કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે.

મુસાફરોને પીવાના શુધ્ધ પાણીની સુવીધા માટે આર.ઓ. પ્લાન્ટ અને વોટર કુલર ગોઠવામાં આવે તેમજ લાંબા રૂટની ટ્રેન માટે મેન્ટેનેશ, સફાય વગેરે કામ માટે પીટ લાઈન હોય પીટ લાઈનનું નીમાર્ણ કરવામાં આવે તેવી જરૂરીયા ઉભી થવા પામી છે. વિકાસ પરિષદના કાર્યક્રમથી રેલ તંત્રની આંખ ઉઘડશે તો લોકોની સવલતમાંં વધારો થશે.

સુરત વીકલીને બાન્દ્રાનું ક્રોસીંગ આપો

મીટરગેજના સમયમાં મહુવાથી અમદાવાદ ડાયરેક્ટ કોચ જતા હતા હાલ મહુવા થી દરરોજ રાત્રે 15 થી 20 ખાનગી લકઝરી બસ મહુવા અમદાવાદ વચ્ચે દોડે છે. ટ્રાફીકના સમયે મુસાફરો પાસે દોઠા બમણા ભાડા વસુલ કરી ઉઘાડી લુટ ચાલવે છે. આથી મહુવા અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તે જરૂરી છે. મહુવા સુરત અઠવાડીક ટ્રેનને દૈનીક બનાવા ઉપરાંત મહુવા ઘોળા ટ્રેનને ભાવનગર અથવા સુરેન્દ્રનગર લંબાવવા અને ટ્રેનને ભાવનગર બ્રન્દ્રા સાથે કાયદેસરનું ક્રોસીંગ ધોળા ખાતે આપવા આવે તો મુસાફરોનો કિંમતી સમય બચી શકે તેમ છે.

નવતર અભિગમ | ગાંધીજીની 148મી જંયતી નિમિત્તે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનો અનોખો કાર્યક્રમ

લીલીયાથી મહુવા સુધી રેલ મુસાફરી કરીને મુસાફરો મહુવા પહોંચીને રેલ પ્રશ્ને સભા કરશે

અન્ય સમાચારો પણ છે...