તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડંુગરપર ગામે યુવક-યુવતીનંુ સજોડે વિષપાન : એકનંુ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાતાલુકાના ડુંગરપર ગામે સીમાડા વિસ્તારમાં યુવક યુવતિએ ખારીના મોટા ડેમ પાસે સજોડે વીષપાન કરી લેતાં યુવકનું મોત નીપજયું હતુ. જયારે યુવતિને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાય હતી.

ડુંગરપર ગામે સીમાડે આવેલા ખારીના મોટા ડેમ પાસે ખારી ગામનાં સંજય વિઠ્ઠલભાઇ મકવાણા (ઉ.વ.21) તથા મમતાબેન જેન્તીભાઇ પરમાર (ઉ.વ.20) ગત તા. 16મીથી ઘરેથી ગૂમ હતા. દરમિયાનમાં સજોડે વીષપાન કરી લેતા સંજયભાઇનું ઘટનાં સ્થળે કરૂણ મોત નિપજયું હતુ. જયારે મમતાબેનને બેભાન હાલતે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની જાણ થતાં ગામનાં સરપંચ ગંભીરસીંહ ગોહિલ તથા પોલીસ સ્ટાફ ઘટનાં સ્થળે દોડી ગયા હતા.અને ગ્રામજનોની મદદથી બન્નેને હોસ્પીટલમાં ખસેડવામા આવ્યા હતા. હતભાગી યુવક અને યુવતિ બન્ને એક બીજાને પ્રેમ કરતાં હતાં. અને સમાજ બન્નેને એક નહિં થવા દે તેવા ડરથી પગલું ભર્યાનું ચર્ચાય રહ્યંુ છે.

ખારી ગામની યુવતીને સારવારમાં ખસેડાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો