વિષ્ટીકરણથી 7:45થી હોલીકા દહનનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 25 ફેબ્રુઆરી

હોલીકા દહન એટલે અગ્નિની જવાળા દ્વારા પર્યાવરણની શુધ્ધિનો ઉપાય તા.1/3ને ગુરૂવારે હોલીકા દહન થશે. આ વખતે સાંજે 7:39 કલાકે ભદ્રા એટલે વિષ્ટીકરણ હોવાથી હોળી પ્રગટાવવાનો સમય રાત્રે 7:45થી 9:30 કલાકે રાખી શકાય. વિષ્ટીકરણમાં હોળી પ્રદિપન કરવુ નહી.

આપણા ધર્મશાસ્ત્રમાં પર્યાવરણ શુધ્ધિનો સચોટ ઉપાય હોલીકાદહન રૂપે કરવામાં આવેલ છે. આખા ભારતમાં દરેક શેરી, લતા, પોળ કે ચોકમાં એક સાથે હોળી પ્રદિપન થાય તો છાંણાને લાકડાની જવાળા તેમજ ધુમાડા દ્વારા રોગજનિત બેકટેરીયા તેમજ મચ્છરયુકત વાતાવરણ અગ્નિની જવાળા દ્વારા નાશ પામે અને અગ્નિ દ્વારા પર્યાવરણ શુધ્ધિ માટે આ તહેવાર ખુબજ ઉપયોગી છે. પૂનમને દિવસે અગ્નિ દ્વારા વાતાવરણની શુધ્ધિ અને વાતાવરણ બનાવી ઠંડુ વાતાવરણ બનાવવુ એટલે શિતળા સાતમ.

હોળીને દિવસે કે બળેવ-રક્ષાબંધનને દિવસે જો વિષ્ટીકરણ એટલે કે ભદ્રા હોયતો ધાર્મિક રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે ઉચ્ચ મહત્વની વ્યકતી છ મહિનામા ગુમાવવી પડે એવી શાસ્ત્રમા માન્યતા છે. હોળીની જવાળાઓ ઉપરથી ચોમાસાના વરસાદની આગાહીનુ અનુમાન થઇ શકે છે. તેમ વામનભાઇ હરેશ્વર જોષી મહુવા એ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...