તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષારોપણની સાથે સંસ્થાઓ દ્વારા શરૂ કરાયુ રોપા વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર સમાચારના એક વૃક્ષ એક જીવન અભિયાનના ભાગરૂપે જે.કે. સરવૈયા પી.જી. સેન્ટર ઓફ સોશિયલ વર્કસમાં વૃક્ષારોપણ કરાયું હતુ. અવસરે એક વૃક્ષ વાવો અને વરસાદ લાવોના નારા સાથે પ્રકૃતિ શિક્ષણ નવતર જાગૃતિ દાખવી વૃક્ષોને વાવી તેને ઉછેરની સમૂહમાં પ્રતિજ્ઞા લીધી હતી. ચેતનસિંહ સરવૈયાએ શહેરને વધુ હરિયાળુ બનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો. અવસરે વિદ્યાર્થીઓએ એક વૃક્ષ તો જરૂર ઉછેરશે તેવો સંકલ્પ લીધો હતો.

જે.કે. સરવૈયા પી.જી.સેન્ટરમાં વૃક્ષારોપણ કરાયુ

સૌરાષ્ટ્ર સમાચારમાં આવતા વૃક્ષોવાવી હરીયાળી ક્રાંતિનાં ફોટા જોઇને અમને એક સારી પ્રેરણા મળી જેથી અમે પણ અમારી મહુવા તાલુકાની નિકોલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમા બાગાયતી મંત્રી તરીકે શાળાના શિક્ષક ભીલ નારણભાઇ ભોળાભાઇએ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં સમગ્ર સ્ટાફ, આચાર્ય પ્રવિણભાઇ કાપડીયાએ સહકાર આપી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

નિકોલ શાળામાં હરિયાળી ક્રાંતિનો સંકલ્પ

જ્યારે પણ તક મળે ત્યારે એક વૃક્ષ જરૂર વાવો, સમાજ માટે આપનું બહુમૂલ્ય યોગદાન બની રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો