મહુવા પારેખ કોલેજ ખાતે સ્પોર્ટસ ડેની કરાયેલી ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવામાં જે.પી.પારેખ હાઇસ્કુલ ખાતે સ્પોર્ટસ ડે ની શાનદાર ઉજવણી થી મ.કે.સ.સમાજના નેજા હેઠળ કરવામાં આવી હતી. કાર્યક્રમની સાથે ઝોન કક્ષાએ હિલ્ડ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાળાની ટીમ રનર્સઅપ થઇ તથા રાજય કક્ષએ શાળાનાં વિદ્યાર્થીઓએ યોગાસન તથા લોન ટેનિસમાં ઉત્કૃષ્ટ દેખાવ પ્રાપ્ત કર્યો હતો તે બાબતે તથા શાળાના જ એક વિદ્યાર્થી વનરા શિવ જે સ્કાઉટ એન્ડ ગાઇડ પ્રવૃત્તિ માટે ગુજરાત રાજયના રાજયલક્ષીના એવોર્ડ માટે નામાંકિત થયેલ હોવાથી આ ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામને શાળા તરફથી શિલ્ડ-મેડલ તથા રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કર્યા હતા. શાળાના મંત્રી રજનીભાઇ ઠાકર, એ.પી.એમ.સી.ના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલભગીની શાળાના આચાર્યો, ટીમ કોચ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.

અન્ય સમાચારો પણ છે...