તલગાજરડા મુકામે વાલ્મિકી, તુલસી એવોર્ડ અર્પણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિત્રકૂટધામતલગાજરડા ખાતે વાલ્મિકિ, વ્યાસ, તુલસી એવોર્ડ સમિતિ દ્વારા (2017) વાલ્મિકિ, વ્યાસ, તુલસી એવોર્ડ (2017)ની અર્પણવિધિ તા.30/7ને રવિવારે તુલસી જયંતીના પાવન પ્રસંગે સવારે 9 કલાકે વિદ્વતજનોની ઉપસ્થિતિમાં રાખેલ છે.

વાલ્મિકિ રામાયણ, મહાભારત-ગીતા, પુરાણ, રામચરિત માનસ તચથા તુલસી સાહિત્યની કથા ગાન, પ્રવચન, અધ્યયન અને સંશોધન-પ્રકાશન માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ-વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો તથા સંસ્થાઓને પ્રતિવર્ષ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.

વર્ષ 2017ના વાલ્મીકિ એવોર્ડ માટે ભારતીય વિદ્યાભવન(મુંબઇ), વ્યાસ એવોર્ડ માટે શાસ્ત્રી શ્રી યોગેશ જે.મહેતા(અમદાવાદ), તુલસી એવોર્ડ માટે પ્રો.ફિલિપ લુટગેર્ન્ડોફ(અમેરિકા), માનસરત્ન પં.ક્રિષ્નાનન્દ ત્રિપાઠી (વારાણસી), રામકથા કે સર્વ શ્રોતાજન વરિષ્ઠ વિદ્વાનો પસંદગી કરવામાં આવેલ છે. તા.29/7ને શનિવારે સર્વે પુરસ્કૃત વિદ્વાન સાંજે સંગોષ્ઠિમાં પોતાના વિચાર પ્રસ્તુત કરશે.

પ્રત્યેક વિદ્વાનને વંદનાપત્ર, સૂત્રમાલા, શાલ અને સનમાન રાશિ રૂ.1,25,000/-(એક લાખ પચ્ચીસ હજાર) અર્પણ કરીને વંદના થશે.

તુલસી જયંતિના પાવન પ્રસંગે

કથા ગાન, પ્રવચન, અધ્યયન, સંશોધનમાં સમર્પિત વિદ્વાનોને એવોર્ડમાં સન્માિનત કરાશે

અન્ય સમાચારો પણ છે...