મહુવામાં ઢોર પકડવાની ઝુંબેશ ચાર દિનકી ચાંદની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનીસિઝનમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં નગરપાલીકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેસ હાથ ધરેલ અને વારો વદાડવો હોય તેમ માત્ર 34 આખલા પકડી કામ કયાર્નો દેખાવ મરેલ છે. પરંતું ગલી ખાંચામાં અને લેવલ વગરના રોડ ઉપર ખાંબોચીયા ભરાય છે. આથી ખુબજ મોટી સંખ્યામાં રખડતા ઢોર કોરા રોડ ઉપર અડીંગો જમાવી બેસે છે. જેને પકડીને પણ દુર કરવા જોઇએ.

મુખ્યમાર્ગ ઉપર બેસેલા માલ ઢોરથી નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે તંત્ર સંદતર નિષ્કિયતા દાખવી રહી છે. નામ માત્રમાં ઢોર પકડી ઢોર પકડ્યાનો ઢંઢેરો પીટવામાં આવતો હોવાની આમ જનતા ફરીયાદ કરી રહી છે. આથી આગામી દિવસોમાં કંટાળેલા લોકો રોડ ઉપરના રખડતા ઢોરને હાંકી નગર પાલિકાના કંપાઉન્ડમાં ભરી દે તો લોકોની સમસ્યાનો અધિકારીઓને સાચો ખ્યાલ આવશે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.

રખડતા ઢોરને પકડી ડબ્બે પુરવાની જવાબદારી સ્થાનિક સતાવાળાની હોય છે. પરંતુ શહેરની ગંદકી સફાચટ કરનાર ઢોર સ્થાનિક સતાવાળાઓને આશિર્વાદ રૂપ લાગતા હોય તેઓ દ્વારા રખડતા ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર કે વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી.

નગરપાલિકા પાસે ઢોરને ડબ્બે પુરવા વાહનની વ્યવસ્થા હોવા છતા શોભાના ગાઠિયાની જેમ આવા વાહનો એન્ટીકપીસની માફક ગેરેજમાં રાખવામાં આવે છે.માત્ર 2-5 મહિને સરકારમાં આંકડા મોકલવા ઢોર પકડવાની ઝુંબેસ હાથ ધરે ત્યારે આવા વાહન શહેરમામાં જોવા મળે છે.

મહુવામાં ધણા સમયથી રખડતા ઢોર ગાય, ખુટીયા, કુતરાનો ભયકર ત્રાસ વધી રહ્યો છે. દરબાર ગઢ શાકમાર્કેટ, સેક્રેટરીએટ બિલ્ડીંગ, નવી શાકમાર્કેટ, ગાંધીબાગ, વાસીતળાવ, શહેરના સ્લમઅને સોસાયટી વિસ્તારમાં રખડતા આખલા, ગાય, કુતરાના તરખાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ઢોર પકડવાની કામગીરી રાત્રીના શરૂ કરાશે

^તાજેતરમાંકરેલી કામગીરી પ્રથમ તબક્કાની હતી હવે થોડા દિવ્સોમાં ફરી બીજા અને ત્રીજા તબક્કાની કામગીરી હાથ ધરી મહુવા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા પગલા ભરવામાં આવશે તેમજ અરજી કામગીરી લોકોને તકલીફ પડે તે માટે અને ઢોર પકડવા સરળતા રહે તે માટે રાત્રી દરમ્યાન કરવામાં આવશે. >હિતેશભાઇપટેલ, ટાઉનપ્લાનિંગ્ ઇજનેર

નગરપાલિકા પાસે ઢોરને ડબ્બે પુરવાની વાહન વ્યવસ્થા હોવા છતાં વાહનો શોભાના ગાંઠીયા

મુશ્કેલી | તંત્ર દ્વારા ઢોર પકડવા ઝુંબેશનો માત્ર દેખાડો કરાય છે પણ સમસ્યા યથાવત

અન્ય સમાચારો પણ છે...