• Gujarati News
  • ગુંદરણા ગામે સરપંચશ્રી ગોવિંદભાઇ કાપડીયા અને ચૂંટાયેલ પેનલના નેતૃત્વમાં ગામના વિકાસની ભરેલ વિ

ગુંદરણા ગામે સરપંચશ્રી ગોવિંદભાઇ કાપડીયા અને ચૂંટાયેલ પેનલના નેતૃત્વમાં ગામના વિકાસની ભરેલ વિકાસલક્ષી હરણફાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાનું ગુંદરણા ગામ ગામે ખરક, કોળી, પ્રજાપતિ, મુસ્લીમ, હરિજન વિગેરે પચરંગી વસ્તી વસવાટ કરે છે. ગુંદરણા ગામ મહુવા તાલુકાનું બીજા નંબરનું ગામ છે. ગુંદરણા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સને 2012માં સંપૂર્ણ પેનલ બીજી વખત બહુમતીથી ચુંટાઇ આવેલ છે. અઢી વર્ષના ગાળામાં ગ્રામ પંચાયત દ્વારા કરેલા વિકાસના કાર્યો ઉડીને આંખે વળગે છે.

ગ્રામ પંચાયતના ધુરાવાહકો દ્વારા ગ્રામજનોના પ્રાથમિક જરૂરીયાતના ઉપરોક્ત કામો નું આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવેલ છે અને અને કેટલાક કામો પૂર્ણતાની તૈયારીમાં છે. આજ રીતે સમગ્ર ગામમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને લોકઉપયોગી પાયાના કામો કરી ગ્રામજનોની સરાહના પ્રાપ્ત કરેલ છે. ગુંદરણા ગામે નવરાત્રી મહોત્સવ પારાયણો, તુલસી વિવાહ, જેવા ધાર્મિક કાર્યક્રમો પણ 2002 થી 2007 સુધી પ્રથમ વખત ખરક જ્ઞાતિ માંથી ગ્રામ પંચાયતના પ્રમુખ પદે ગોવિંદભાઇ કાપડીયા ચૂંટાય આવી સૌને સાથે રાખી વિકાસની દિશામાં આગવી કામગીરી બજાવી છે. તેઓ શ્રી સમસ્ત ખરક જ્ઞાતિના પ્રમુખ, શિવ શક્તિ ખરક જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ, મહુવા તાલુકા સરપંચ પરિષદના ઉપપ્રમુખ, મહુવા તાલુકા કિસાન સંઘના પ્રમુખ પદે તેમજ બગદાણા આશ્રમ ખાતે નિયમિત દર 20 તારીખે સેવક તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી એક આદર્શ નેતા, સહાયક, સમાજ સેવક અને ઉદાર દાતા તરીકે ઉભરી આવેલ છે.