• Gujarati News
  • મહુવામાં ગેરકાયદે ખનન પ્રવૃતિ સામે તંત્રની લાલ આંખ

મહુવામાં ગેરકાયદે ખનન પ્રવૃતિ સામે તંત્રની લાલ આંખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મહુવાનાપ્રાંત અધિકારી દ્વારા છેલ્લા બે દિવસથી ગેર કાયદેસર ખનન પ્રવૃતિ કરતા આસામીઓને પકડી પાડી વાહનો કબ્જે લઇ નીયમ મુજબ પોણા લાખનો દંડ વસુલ કરાયેલ છે. ગઇ કાલે મહુવા શહેર માંથી એક રેતી ભરેલા ટ્રેકટરને પકડી પાડી રૂ.10 હજારનો દંડ સરકારી તીજોરીમાં જમા કરાવેલ જ્યારે આજે દેવળીયા રોડ ઉપર થી બે ટ્રેક્ટર અને અન્ય એક મળી કુલ ત્રણ ટ્રેકટરનો દંડ રૂ.30 હજાર અને રેતીના ફેરા ગણી ખનીજ રોયલીના રૂ.34,800/- વસુલ લેતા ગેર કાયદેસર ખનન પ્રવૃતિ કરી ખનીજ રોયલીની ચોરી કરતા આસામીઓમાં ભય અને ફફડાટ ફેલાયો છે.