• Gujarati News
  • દરિયાકાંઠે સફેદ પાઉડર મળતા તપાસ

દરિયાકાંઠે સફેદ પાઉડર મળતા તપાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મહુવાપોલીસને મહુવા ભવાની મંદિરના દરીયા કિનારેથી 12 ખાનાવાળી લાકડાની પેટી બીનવારસી હાલતમાં મળી આવેલ છે. પેટીના દરેક ખાનામાંથી સફેદ પાઉડર મળી આવેલ છે. મહુવા માળવાવ ઓ.પી.ના એ.એસ.આઇ. બી.ડી.જાનીને મહુવા ભવાની મંદિરના દરીયા કિનારે એક લાકડાની પેટી પડી હોવાની માહિતી મળતા તેઓએ સ્થળ ઉપર પહોચી પેટીનો કબ્જો લીધો હતો. પેટીમાં 12 ખાના છે. અને દરેક ખાનામાં મીઠા જેવો સફેદ પાઉડર અંદાજે 100 ગ્રામ જેટલા પેકીંગમાં હોવાનુ જણાતા અને પાઉડર પાણીમાં તરતો હોવાનુ જણાતા પાઉડર શેનો છે ? તે જાણવા પાઉડરનો નમુનો એફએસએલને મોકલી આપી આગળની તપાસ હાથ ધરેલ છે.