કલ્યાણચંદસુરીશ્વરજી મ.સા.ની સ્વર્ગારોહણ તિથિની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાજૈન સંઘના ઉપક્રમે તા.17/8ને ગુરૂવારે આચાર્ય શ્રી કલ્યાણચંદ સુરીશ્વરજી મ.સા.ની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મહુવા ખાતે બિરાજમાન આચાર્ય નિર્મળચંદ્ર સુરીશ્વજી મ.સા., આચાર્ય રાજચંદ્ર સુરીશ્વરજી મ.સા. તથા આદિ સાધુ સાધ્વીજી ભગવંતો ચતુર્વિધી સંઘ સાથે ગોળ બજાર ઉપાશ્રયમાં સવારે 7 કલાકે પગલા કરશે. ત્યારબાદ પૂ.શ્રીનું વ્યાખ્યાન, 8 કલાકે સ્નાત્ર, સ્નાત્ર બાદ ત્રણેય મંડળની બહેનો પુજા ભણાવશે. બપોરે 12 કલાકે જૈન ભોજનશાળામાં શ્રી સંઘ સ્વામિ વાત્સલ્ય રાખવામાં આવેલ છે. તો પ્રસંગે જૈન ભાઇઓ બહેનોને ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...