• Gujarati News
  • છુટાછેડા માટે ખોટી નોટરી કરાતા ફરીયાદ નોંધાવાઇ

છુટાછેડા માટે ખોટી નોટરી કરાતા ફરીયાદ નોંધાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુનાગઢ તાલુકાના શોભાવડલા ગામે પીયર ઘરાવતી અને મહુવામાં સાસરું ઘરાવતી દિપ્તીબેન જયેશભાઇ દુઘરેજીયાએ તેમના પતી જયેશભાઇ વનમાળી ભાઇ દુઘરેજીયા તથા સસરા વનમાળીભાઇ વિશ્નુદાસ દુઘરેજીયા રહે.ગાંઘીબાગ પાસેનાએ ગત તા.૧/૫/૨૦૧૩ના રોજ છુટાછેડા કરાવવા માટે ખોટી નોટરી ઉભી કરી અને છુટાછેડામાં પોતે સહમત હોય તેવા ખોટા આઘારો કોર્ટમાં રજુ કરી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ મહુવા પોલીસમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ઘરેલ છે.