મહુવા નવાઝાંપા વિસ્તારમાં પ્રશ્નો અણઉકેલ રહેતા રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાનાનવા ઝાંપા વિસ્તારની સમસ્યાઓ અનેક વખત રજુ કરવા છતા નવાઝાંપા વિસ્તારના વિકાસ સામે કોઇ ખેવના લેવાતી હોવાની ફરીયાદ વિસ્તારના રહિશોએ ચીફ ઓફિસર સહિત મુખ્યમંત્રી સુધીના પદાધિકારીઓને લેખિતમાં રજુઆત કરેલ છે.

વિસ્તારને એક વર્ષથી પાડી દેવામાં આવેલ શાળા નં.4 નું ઝડપથી નવીનીકરણ કરવુ. વાસણઘાટ નદી વિસ્તારમાં નવી મંજુર થયેલ ગટર લાઇન નાખવાની કામગીરી કરવી અને નવાઝાંપાના ઉકરડા દિવસો સુધી ઉપાડાતા નથી.

પછાત વિસ્તારમાં સફાઇના અભાવે રોગચાળો ફેલાય તેવી દહેશત હોય અને નવાઝાંપાથી કેબીનચોક સુધીનો રોડ 10 વર્ષ પહેલા બનાવેલ જે તદ્દન બિસ્માર હાલતમાં પહોચ્યો હોય રોડ બનાવવાની માંગ પણ લેખિત રજુઆતમાં કરેલ છે. મહુવા નવા ઝાંપા િવસ્તારની સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા પ્રબળ માંગ ઉઠી છે.

રજૂઆત છતાં િવકાસથી વંચિત િવસ્તાર

શાળાનું નવિનીકરણ, ગટરલાઈન, કચરાનાં ઢગલા, માર્ગ સહિત અનેક પ્રશ્નોની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...