મોબાઈલમાં સેલ્ફી ફોટો લેતો સગીર થયો દરીયામાં ગાયબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાનાલાઇટ હાઉસ બંદર પાસે આજે રજા હોય ચાર-પાંચ યુવા મિત્રો બાઇક ઉપર દરિયા કિનારે મોડી સાંજે ફરવા માટે ગયા હતા.જયા યુવાનો ભેગા થઇ દરિયા કીનારે સેલ્ફી લેતા હતા.તે દરમિયાન એક યુવક સેલ્ફી લેવા જતા ભેખડ પરથી નીચે દરિયામાં ગબડી પડતા દરિયાના ઉંડા પાણીમા ગરકાવ થઇ ગયો હતો.

મહુવાથી પાંચ કીલોમીટર દુર લાઇટ હાઉસ બંદર દરિયા કીનારે ફરવા ગયેલા માધવ અજયભાઇ

...અનુસંધાનપાના નં.06

ત્રિવેદી(ઉ.વ.16 ) અને તેની સાથેના ચાર-પાંચ મિત્રો આજે મોડી સાંજે મોટર સાયકલ ઉપર દરિયા કીનારે ફરવા માટે ગયા હતા.અને ત્યા મિત્રો ભેગા થઇ એક બીજા મોબાઇલમાં સેલ્ફી લેતા હતા.તે વખતે ઉંચી ભેખડ ઉપરથી સેલ્ફી લેવા જતા માધવ ભેખડ પરથી સરકી દરિયામા ગરકાવ થઇ જતા મિત્રોમા બુમાબુમ મચી જવા પામી હતી.અને તેને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આજુબાજુના લોકો પણ બચાવ કાર્યમા જોડાયા હતા.પરંતુ માધવનો ભારે શોધખોળ બાદ પણ પતો લાગ્યો હતો.

બનાવમાં ભોગ બનનાર માધવના પિતા અજયભાઇ ત્રિવેદી મહુવા નગરપાલીકામાં નોકરી કરે છે. શ્રીમાળી બ્રાહમણ જ્ઞાતીના આગેવાનો તથા શહેરના રાજકીય આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા.અને માધવને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે.

મહુવા લાઇટ હાઉસ બંદરની ઘટના

મહુવા નગરપાલીકામાં ફરજ બજાવતા પિતાના પુત્રની શોધખોળ હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...