તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેડાણને સાંકળતા એસ.ટી. રૂટમાં ફેરફારથી રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડાણ: ડેડાણ થઈને ચાલતી અનેક એસ.ટી. બસ બંધ કરવામાં આવી છે. તેમાં અમરેલી-ઉના વાયા ખાંભા-ડેડાણ થઈને જતી બસ ઘણાં સમયથી બંધ કરવામાં આવી છે. જુનાગઢ-મહુવા વાયા ધારી-ખાંભા ડેડાણ કાતર તઈને જતી બસ એકાએક બંધ કરી દેવામાં આવી છે. સાવરકુંડલા-વેરાવળ વાયા ખાંભા, ડેડાણ, નાગેશ્રી થઈને જતી બસને ઈરાદાપૂર્વક બસ વાયા ખાંભા, ખડાધાર, ધોકડવા, ઉના કરી નાખેલ છે. બસ અગાઉના શિડ્યુલ મુજબ ચાલે છે. છતાં સાવરકુંડલા ડેપોના મનસ્વી વર્તનથી અા રૂટ ફેરવેલ છે. રૂટ ફરી શરૂ નહીં થાય તો નાછૂટકે એસ.ટી. રોકોનું આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...