તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં માર્ગો પર કલાત્મક તાજીયાનું ઝુલુસ નિકળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 29 સપ્ટેમ્બર

મહુવામાંમહોરમ નિમિત્તે માતમ, મજલીસ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો મુસ્લીમ બિરાદરો કરબલાના શહિદોની યાદમાં ભારે ગમ સાથે યોજાશે

ઇરાકમાં આવેલા કરબલાના મેદાનમાં પોતાના સાથી�ઓ સાથે શહાદત વહોરનાર શહીદે આઝમ હજરત ઇમામ હુસૈન (રદ.)ની યાદમાં મહોરમના રોજ યાદે અસુરા મનાવવામાં આવશે. મહોરમ પર્વ નિમિત્તે મહુવાના મુસ્લીમ બિરાદરો વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવી રહ્યા છે. મહુવા ખાતે તા.30/9ને શનિવારે રાત્રે તાજીયા પટમાં આવશે. તા.1/10ને રવિવારે તાજીયાની જીયારતના દર્શન સવારે 10 થી 12 કલાકે પીરઝાદા ચોક અને સાંજે 6 થી 8 કલાકે બગીચા ચોક ખાતે થશે.

મુસ્લીમ બિરાદરો દ્વારા કરબલાના શહીદોના માનમાં શોકસભા તેમજ માતમી ઝુલુસનું આયોજન કરેલ છે. તા.30/9ને શનિવારે રાત્રે પીરઝાદા ચોકમાંથી તાજીયા પટમાં લાવવામાં આવશે. આખી રાત માતમ મનાવવામાં આવશે અને રવિવારે મુબારક તાજીયા અને માતમી ઝુલુસ શહેરના રાજમાર્ગો ઉપર પીરઝાદા ચોક થી સોની બજાર, ધાવડી ચોક, ભાદ્રોડ ગેઇટ થી કરબલા પહોચશે. અને તાજીયા ટાઢા કરવામાં આવશે.

રવિવારે મહોરમના પર્વ નિમીત્તે

મુસ્લીમ સમાજ દ્વારા કરબલાના શહીદોનાં માનમાં શોકસભા-માતમી ઝુલુસનું આયોજન

અન્ય સમાચારો પણ છે...