તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં યુવક કોંગ્રેસ પ્રેરિત કાલે ખેડૂત વેદના સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયરાષ્ટ્રીય યુવક કોંગ્રેસ પ્રેરીત ખેડુત વેદના સંમેલન મહુવા જૈન બાલાશ્રમ પાસે તા.8/9ને શુક્રવારે સવારે 10 કલાકે યોજવામાં આવશે.

મહુવા વિધાનસભા મતવિસ્તાર માટે મહુવા યુવક કોંગ્રેસના સંકલ્પ મુજબ મેથળા બંધારા યોજના પૂર્ણ કરવી, ખેતીનો નાશ કરતી સિમેન્ટ કંપનીઓને આવતી રોકવી, પાક સુરક્ષાનો પુરો લાભ ખેડુતોને મળે તેવા પ્રયત્નો કરવા, તેમજ સરળતાથી ખેડુતોને ધિરાણ મળે તવી કામગીરી કરવી, કૃષિ પેદાશના ટેકાના ભાવો પોષણક્ષમ મળે તે માટે લડત આપવી, બેરોજગારોને રોજગારી મળે તે માટે સક્રીય કામગીરી કરવી, પેટ્રોલીયમ પેદાશ અને ખાતર બિયારણના તથા જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવો સામે લડત આપવી, સિવિલના દરજ્જા સાથે સ્વીકારેલી મહુવા નગરપાલિકાની જનરલ હોસ્પિટલને સિવિલનો દરજ્જા સાથે પુરતી સુવિદ્યા મળે તે માટે લડત આપવામાં આવશે.

ખેડુત વેદના સંમેલનમાં રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના પ્રમુખ અમરીંદરસિંગ રાજાબરાર, રાષ્ટ્રીય કોંગ્રેસ મંત્રી જીતુ પટવારી, પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રાજ મહેતા વગેરેની ઉપસ્થિતમાં યોજાનાર સંમેલનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મહુવા વિધાનસભા યુવક કોંગ્રસના પ્રમુખ વિજયભાઇ બારૈયાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં

મેથળા બંધારા, સિમેન્ટ કંપનીઓ સામે વિરોધ, પાક સુરક્ષાના લાભ, રોજગારી સહિતના પ્રશ્ને લડત અપાશે

અન્ય સમાચારો પણ છે...