મહુવામાં જેનરીક દવાની અછતથી હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિનદયાળજન ઔષધી સ્ટોરની સરકાર દ્વારા સંખ્યા વધારવાની જાહેરાતો કરી લોકોને સસ્તી દવા મળશે તેવી પોકળ વાતો કરતી હોવાની બુમરાણ ઉભી થવા પામી છે. જેનરીક સ્ટોરમાં કહેવા પુરતી દવાઓ મળતી હોય દર્દીઓ હાલાકી ભોગવી રહ્યાં છે.

મહુવા શહેર તાલુકાના લોકોનો આરોગ્ય ખર્ચ ઘટાડવા મહુવામાં જેનરીક દવાનો સ્ટોર શરૂ થયાને મહિનાઓ વિત્યા છંતા આવા સ્ટોરમાં પુરતા પ્રમાણમાં દવા મળતી નથી આથી લોકો સ્ટોર નહીં દવાની સંખ્યામાં વધારો કરવા માંગ કરી રહ્યાં છે.

મહુવા ખાતે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર મહુવાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ખુલ્લો મુકવામાં આવ્યા બાદ આજ સુધીમાં સ્ટોરમાં પુરતા પ્રમાણમાં જરૂરીયાત મુજબની દવાઓ પ્રાપ્ત થઇ નથી ઉલ્ટાનું સરકાર દ્વારા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે અપાતી દવાઓની સપ્લાઇ ધટાડી દેવામાં આવી આથી હોસ્પિટલમાં દવા નથી જન ઔષધીમાં લેવા દર્દીને દવા લખી આપવામાં આવે છે ત્યાં પણ દવા હોય છુટકે દર્દીને બજારમાંથી દવા ખરીદવી પડે છે. આથી લોકો કહી રહ્યાં છે કે સસ્તી દવાના ઓથા તળે વિનામૂલ્યે અપાતી દવાઓમાં કાપ મુકી સરકાર ખર્ચ ધટાડી રહી છે.

મહુવામાં સબડિસ્ટ્રીક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ દીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધી સ્ટોરમાં ખુબ ઓછા ભાવે વિવિધ દવાઓ પ્રાપ્ત છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ દવા ખરીદી કરવા જનાર 10 દર્દીમાંથી 9 પાછા જાય છે. તમામ દવાઓ મળતી નથી. વળી વૃદ્ધ અને અશકત બીમાર પેન્શનરો જેનરીક દવા મળવાના કારણે બજારમાંથી દવા ખરીદે તો તેના બીલ મંજુર કરાવવા જન ઔષધ ભંડાર પાસેથી દવા સ્ટોરમાં ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર મેળવવું પડે છે !

અન્ય સમાચારો પણ છે...