• Gujarati News
  • મોરથળાની યુવતીએ દવાળાળુ પાણી પી લેતા ગંભીર

મોરથળાની યુવતીએ દવાળાળુ પાણી પી લેતા ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરથળાની યુવતીએ દવાળાળુ પાણી પી લેતા ગંભીર

થાન|થાનતાલુકાનામોરથળાની યુવતી વાડીએ કામ કરતી હતી. ત્યારે તરસ લાગતા ભૂલથી દવાવાળા ગ્લાસમાં પાણી પી લેતા ગંભીર હાલતમાં મોરબી સારવાર માટે લઇ જવામાં આવી હતી.

થાન તાલુકાના મોરથળા ગામે અંદાજે બે વર્ષ પહેલા 22 વર્ષીય બેનાબેનના લગ્ન અરવિંદભાઈ દલાભાઇ કોળી સાથે થયા હતાં. ત્યારે બેનાબેન પોતાની વાડીએ કામ કરતા પાણીની તરસ લાગી હતી. આથી વાડીમાં છાંટવામાં આવી હોઇ બેનાબેને દવાવાળા ગ્લાસમાં પાણી પી લીધુ હતું. ત્યારે ગંભીર અસર થતાં બેનાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બનાવની વધુ તપાસ લીંબડી ડીવાય.એસ.પી. ચલાવી રહ્યાં છે.