તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીએ એક દિ’નો વકરો શહીદ ફંડમાં જમા કરાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરનાઉરીમાં થયેલા આંતકવાદી હુમલાનાં સમગ્ર રાષ્ટ્ર વ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઠેરઠેર વિરોધ અને રેલીઓ યોજી દેખાવો તેમજ શહિદોના પરિવારજનો માટે ફંડ ફાળા થઇ રહ્યા છે. લીંબડીના એક ફાસ્ટફુડના વેપારીએ આખા દિવસનો ધંધાનો વકરો શહિદ ફંડમાં આપવાની જાહેરાત કરતાં સ્વાદપ્રિય લોકો ઉમટી પડયા હતાં.

જમ્મુ-કાશ્મીરમાં શહીદોની યાદમાં ફંડ ઉધરાવવાનું અભિયાન હાથ ઘરાયુ છે. ત્યારે લીંબડી શહેરના એસ.ટી રોડ પર આવેલા જયમાડી ફાસ્ટ ફુડ પરિવારના રાજેન્દ્રસિંહ જીલુભા ઝાલા દ્વારા ધંધાના એક દિવસની બધી આવક શહિદ ફંડમાં આપવાની જાહેરાત કરાઇ હતી. નગરજનો દેશભકત વેપારીની ટહેલને આવકારી હતી. આથી દિવસભર ઘરાકીની ભારે ભીડ રહી હતી. દૈનિક કરતા સામાન્ય રીતે 35 ટકાથી વધુ સ્વાદપ્રિય લોકો ઉમટી પડયા હતાં. અભિયાન માટે દિવસભર અને મોડી રાત સુધી સેવા ચાલુ રહી હતી.માતબર રકમ શહિદ ફંડમાં જમા કરાવી હતી.

શ્રદ્વાંજલિ|લીંબડીના યુવાનની મદદગારી

અન્ય સમાચારો પણ છે...