સૌકામાં જુગાર રમતા ત્રણ શકુનીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી તાલુકાના સૌકા ગામે નદી કિનારે ચેક ડેમ પાસે જુગાર રમાઇ રહ્યાની બાતમીને આધારે લીંબડી પોલીસ ટીમ દ્વારા છાપો માર્યો હતો. જેમાં ગંજીપાનાથી જુગાર રમતા અર્જુનસિંહ અજીતસિંહ ઝાલા, ચેતનસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા અને બ્રીજરાજસિંહ કાનુભા ઝાલાને 25,200ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા. આ અંગેની ફરિયાદ પીએસઆઈ પી.એમ.જાડેજા લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી જેની વધુ તપાસ ડી.જી.ચિહલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...