લીયાદ ગામના શખ્સને તલવારના ઘા વીંજીને ગુનેગાર ભાગી છુટયો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીના લીયાદ ગામનો આરોપી સાડાચાર વર્ષે પોલીસ હિરાસતમાં

ચૂંટણીનાલીધે ઝાલાવાડમાં ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસ સક્રિય બની છે. તયારે લીંબડી તાલુકાના લીયાદ ગામના સાડાચાર વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

લીંબડી તાલુકાના લીયાદ ગામે રહેતા કરશનભાઈ ચનાભાઈ ખેરના ઘરની બાજુમાં તેમના ગામના ત્રણ શખ્સો પ્રવિણસિંહ વજુભા ખેર, જશરાજસિંહ વજુભા ખેર અને સુખદેવસિંહ ભુપતસિંહ ઝાલા એલફેલ અપશબ્દો બોલતા હતા. ત્યારે કરશનભાઈએ ઘરની બાજુમાં જેમ તેમ ગાળો બોલવી તેમ કહેતાં ત્રણેય શખ્સો તેમના ઉપર તુટી પડ્યા હતા. જેમાં સુખદેવસિંહએ તલવાર વડે હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી.

ગુનામાં આરોપી એવા પ્રવિણસિંહ ખેર અને જશરાજસિંહ ખેરની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ત્રીજા આરોપી સુખદેવસિંહ ઝાલા ભાગી છુટયા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આરોપીને જામકંડોરણાના સાતુદડ વાવડી ગામેથી ઝડપી લેવાયો હતો.

ચુડા પીએસઆઇ ડી. બી. ઝાલા, જશુભાઈ, શિવરાજસિંહ સહિતના સ્ટાફ દ્વારા પુછતાછ હાથ ધરાઇ છે. જેમાં આરોપી સુખદેવસિંહ ઝાલા આટલો સમય કઈ કઈ જગ્યાએ હતો, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અને મારામારીના ગુનામાં વાપરવામાં આવેલી તલવાર ક્યાં છુપાવવામાં આવી છે વિગેરે વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...