તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી બંધ સ્પિનીંગ મિલનું ખંડેર, અસામાજિક તત્વોનું આશ્રયસ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીનુંબંધ સ્પિનીંગ મીલ ખંડેર બનતા અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન છે. નગરપાલિકાના માર્ગે ગેરકાયદે દબાણ કરી વિકસી રહેલી ઝુંપડપટ્ટી પૈકી કેટલીક ઓરડીમાં દેશી દારૂનો વેપલો બેફામ બની રહ્યો છે. સ્થાનિક પોલીસ તંત્રની ઢીલી નિતીનો લાભ ઉઠાવી જાહેરમાં દેશી દારૂનો ધંધો વિના રોકટોક વકરતા શહેરના લોકોને સહ પરિવાર માર્ગે પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે.

લીંબડીમાં કેટલાક કર્મચારીઓ તો કેટલાક વર્તમાન સદસ્યો તો કેટલાક પૂર્વ સદસ્યોની મીઠી નજર હેઠળ સુધરાઈ કચેરી સામે ગેરકાયદે દબાણો કરી ઝૂંપડપટ્ટી વધી રહી છે. જેમા કેટલીક ઝૂંપડીમાં દિવસભર માર્ગે દેશી દારૂના ખેપીયા બે રોકટોક ફૂટબોલની ટ્યૂબમાં તો કેટલાક તો કેરબામાં દેશી દારૂ ભરી આવતાં બૂટલેગરો બેફામ બન્યા છે. માર્ગે દશામાના મંદિર નજીક તથા ભાઠીના હનુમાન પાછળ કેટલાક તત્ત્વોનો દેશી દારૂનો વેપલો વધી રહ્યો છે. માર્ગે દારૂડીયા તથા લૂખ્ખા તત્વોના ત્રાસથી નગરજનોને પસાર થવુ પણ મુશ્કેલ થઈ જાય છે. કોલેજ તરફ જતી વિદ્યાર્થિનીઓ, યુવતીઓ, મહિલાઓ માર્ગે લૂખ્ખા તત્વોનો ભોગ બની રહી છે. સુધરાઈ તંત્ર પણ ગેરકાયદે વકરીને સમાજ માટે ખતરારૂપ બનતી જતી ઝૂપડપટ્ટી સામે પગલાં ભરવાં કાર્યવાહી કરે તથા પોલીસ તંત્ર પણ ભલમનશાહીને કોરાણે મૂકી કડક બની પગલાં ભરે તેવી લીંબડી હિતરક્ષક સમિતિ તથા સિનિયર સિટીઝન્સ ગૃપે લીંબડી પોલીસ તંત્રમાં રજૂઆત કરી છે. અંગે લીંબડીના મહિલા પીએસઆઇ એ.એચ.ગોરીએ જણાવ્યું કે, લોકોની સમાજ હિત લક્ષી રજૂઆતમાં સહેજ પણ કચાશ રાખ્યાં વીના કડક કાર્યવાહી કરવામાં આવશે.

લીંબડીમાં બંધ સ્પિનિંગ મિલનું ખંડેર જે છેલ્લાં કેટલાક સમયથી રાત્રિના સુમારે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. તસવીર-અશ્વીનસિંહ રાણા

નગરપાલિકા-કોલેજ માર્ગે ઝૂંપડપટ્ટીમાં દેશી દારૂની હાટડીઓનો ધમધમાટ

અન્ય સમાચારો પણ છે...