તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મસમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા સામે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમનાથખાતે સામાજીક રાજકીય આગેવાન મહિલાએ બ્રહ્મસમાજ વિરૂદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી સંર્દભે લીંબડીમાં સમસ્ત બ્રહ્મસમાજ અને ક્ષત્રિય સમાજે એક થઇ મોટી રેલી કાઢી હતી. અને બ્રહ્મસમાજ વિરૂદગ્ધ ખરાબ વાણીવિલાસ કરનાર મહિલા સામે પગલા ભરવા ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યુ હતું.

લીંબડી જસવંતસિંહજી ઔદિચ્ય બ્રહ્મસમાજ વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત બ્રહ્મસમાજની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, હર્ષદભાઈ રાવલ, રમેશભાઈ રાવલ, મુકુન્દભાઇ જાની, ભરતભાઈ ઉપાધ્યાય, રોહિતસિંહ જાડેજા, દસુભા, ભરતસિંહ, માનભા, યશવંતસિંહ પરમાર, નટુભા ઝાલા, બળદેવસિંહ વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં બ્રહ્મસમાજ વિરૂદ્ધ થયેલી અભદ્ર ટિપ્પણીની ઘટનાને વખોડી કાઢી હતી. ત્યારબાદ રેલી સ્વરૂપે શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી નાયબ ક્લેકટર કચેરીએ પહોંચી સૂત્રચાર કર્યા હતાં. આગેવાનોએ નાયબ ક્લેકટરને પણ આવેદન પાઠવ્યુ હતું.

લીંબડીમાં બ્રહ્મસમાજ અને ક્ષત્રિય સમાજ સાથે મળી આપના મહિલા નેતાના વિવાદાસ્પદ નિવદેન મુદ્દે આવેદન પાઠવ્યુ હતું. - અશ્વિનસિંહ રાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો