લીંબડી ST ડેપો તોડી નાંખ્યો.. નવો બન્યો નથી: ચાેમાસામાં શું વિકલ્પ?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીએસ.ટી.ડેપોનું નવિનીકરણ હેતુથી જર્જરિત ડેપો ધ્વંશ કરી દેવાયો છે. હાલમાં નવિનીકરણ કામ સાવ ધીમુ ગોકળગતિએ ચાલુ છે. ચોમાસુ માથે આવી ગાજી રહ્યું છે. અત્યારે મુસાફરોને બેસવા ઉભા રહેવાની ડેપોમાં કોઇ સુવિધા નથી. તો ચોમાસા દરમિયાન મુસાફરોની શું હાલત થશે..

વિનાશક ભૂકંપની થપાટમાં લીંબડી એસ.ટી.ડેપો જર્જરિત બની ગયો હતો. વારંવાર ડેપોની છતમાંથી ગાબડા પડતા મુસાફરો ઇજાગ્રસ્ત બનતા હતાં. રાજયમાં 10 નવા મોર્ડન ડેપોમાં લીંબડી ડેપોનો સમાવેશ થયો. સરકારે રૂ. 3.70 કરોડનાં ખર્ચે લીંબડી ડેપોનું નવિનિકરણ શરૂ કર્યુ છે. જેમાં જૂનુ બિલ્ડીંગ ધ્વંશ કરાયુ, પરંતુ મુસાફરો માટે કે સ્ટાફ માટે બેસવા હાલમાં કોઇ સુવિધા નથી. તો બીજી તરફ ચોમાસુ માથે ચડી છડી પોકારી રહ્યું છે. અને નવિનીકરણનું કામ સાવ મંદ ધીમી ગોકળગતિએ ચાલી રહ્યું છે. આથી લીંબડી વેપારી મંડળનાં પ્રમુખ જાફરભાઈ કોઠીયા, પ્રભુદાસભાઈ રાઠોડ, દિલીપભાઈ, સિનીયર સિટિઝન ગ્રૂપે લીંબડી ડેપોમાં ચાલી રહેલુ નવિનિકરણનું કામ વેગવંતુ બનાવવા રાજયનાં મંત્રી વિજયભાઇ રૂપાણી તથા વિભાગીય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

બાબતે લીંબડી ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું કે, ડેપોમાં ચાલી રહેલુ નવિનીકરણ ઝડપી બને અને વહેલી તકે ડેપોનું નવુ બિલ્ડીંગ કાર્યરત થાય એવા અમારા પ્રયત્નો રહેશે. તેમજ ચોમાસામાં મુસાફરોને બેસવા પુરી સગવડતા કરાશે.

નવા બાંધકામનું કામ ગોકળગતિથી થતાં મુસાફરોમાં ચિંતા

અન્ય સમાચારો પણ છે...