તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીમાંથી 150 કિલો પ્રતિબંધિત ઝભલા જપ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીશહેરમાં ઓછા માઇક્રોન વાળા અને જન આરોગ્ય જોખમાય તેવ પ્લાસ્ટીકના ઝભલાનું વેચાણ વધ્યું હતું. આથી સુધરાઇ ટીમે શહેરમાં મુખ્ય 15 જેટલી દુકાનોમાં દરોડા પાડી 150 કિલો જેટલો જથ્થો જપ્ત કર્યો હતો. અને અંદાજે 25 જેટલા વેપારીને પ્લાસ્ટીકના નિયમોનો હવે ભંગ કરશેતો કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરાઇ છે.

લીંબડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી છૂટક વેપારી તથા શાકમાર્કેટમાં મુખ્યત્વે લારી ગલ્લા પર 50 કરતા ઓછા માઇક્રોન વાળા ઝભલાનો છડેચોક નિયમભંગ કરી ઉપયોગ થતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી. આથી લીંબડીના ઇન્ચાર્જ ચીફઓફિસર વી.એસ.જીડના માર્ગદર્શના હેઠળ સુધરાઇ ટીમ ત્રાટકી હતી. અને શાકમાર્કેટ, ચબૂતરાચોક, જૂના બસસ્ટેન્ડ, તળાવકાંઠે જુદા-જુદા વિસ્તારના અંદાજે 15 જેટલા વેપારી પાસેથી 50 કરતા ઓછા માઇક્રોન વાળા અંદાજે 150 કિલો ઝભલા માવા-મસાલાના પ્લાસ્ટીક કાગળ, તથા જનઆરોગ્ય જોખમાય તેવા પ્લાસ્ટીકના જથ્થાને જપ્ત કર્યોે હતો. સેનેટરી ઇન્સ્પેક્ટર જગદિશભાઇ પરમાર, શોપ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા તથા એ.ડી.સોલંકી વગેરે શહેરમાં તમામ બજારોમાં ચેકીંગ કર્યું હતું. જોકે આવનારા સમયમાં કોઇ પણ વેપારી 50થી ઓછા માઇક્રોનની પોલીથીન વાપરશે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો