તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે દિવસમાં પાણી નહીં તો આત્મવિલોપન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદજિલ્લાના રાણપુર, બરવાળા, ચુડા સહિતના ગામોના ખેડૂતોએ નર્મદાની લીંબડી 4/1 બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટેની માંગ સાથે મંગળવારે સવારે 11.30 કલાકે રાણપુર મામલતદાર તથા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવશે તો આગામી દિવસોમાં યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમમાં હલ્લાબોલ કરીને બહિષ્કાર કરવામાં આવશે.

આટલું નહીં આગામી બે દિવસમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવશે તો સુંદરિયાણાના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂતોએ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું કે, ચોમાસા દરમિયાન બોટાદ જિલ્લામાં ઓછો વરસાદ થવાથી ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ, ખાતરો અને દવાના છંટકાવ પાછળ મોટો ખર્ચ થયો છે. હાલમાં કપાસના પાકને પાણીની જરૂર છે. આ‌વામાં નર્મદાની લીંબડી બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ હોવાથી કપાસનો પાક બળી જવાની સ્થિત સર્જાઇ છે. આથી કેનાલમાં પાણી છોડવામાં આવે તો કપાસના પાકને બચાવી શકાય તેમ છે. નહીંતર ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. આથી બે દિવસમાં કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ આવેદનપત્ર આપી માંગ કરી હતી. સિંચાઇ માટે પાણીની સમસ્યાથી ત્રસ્ત સુંદરિયાણા ગામના ખેડૂત મેરુભાઈ ડોડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, , જો આગામી બે દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવશે તો તેઓ આત્મવિલોપન કરશે. આટલું નહીં ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 2જી નવેમ્બર સુધી જિલ્લામાં વિવિધ સ્થળે યોજાનાર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં હલ્લાબોલ કરી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે.

ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને જણાવ્યું કે, બ્રાન્ચ કેનાલમાં રાણપુર પાસે પાટણા ગામેથી પસાર થતી ભાદર નદીમાં સાયફન તોડી નાંખવામાં આવ્યું છે અને નહેરમાં ઠેર-ઠેર ગાબડા પાડી મોટા પાઇપો નાંખી દેવાય છે. આથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. આવા ઇસમો સામે તંત્રે વહેલામાં વહેલાં કાયદાકીય પગલાં ભરવાની જરૂર છે. આવેદનપત્ર આપ્યા બાદ નર્મદા કેનાલના કાર્યપાલક ઇજનેર આર.એલ. પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર એ.જી.ચૌહાણ અને એન્જિનિયર વી.જે. જહાંગીર તાત્કાલિક રાણપુર તાલુકાના ભાટણા ગામેથી પસાર થતી નહેર પર પહોંચી ગયા હતા. જ્યાં એકત્ર ખેડૂતોને તમામ અધિકારીઓએ ખેડૂતને આત્મવિલોપન કરવા તથા તેમની રજૂઆત ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની ખાતરી આપી હતી.

અધિકારીઓના જણાવ્યાં મુજબ હાલ કેનાલમાં 350 એમ.એલ.ડી. પાણી છોડવામાં આવ્યું છે, પણ 700થી 1000 એમ.એલ.ડી. પાણી કેનાલમાં છોડવામાં આવે તો તમામ ગામોને પાણી મળી શકે તેમ છે. બીજી બાજુ અંગે ધંધૂકાના ધારાસભ્ય લાલજીભાઈ મેરે દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બ્રાન્ચ કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો લીંબડી તાલુકાના બાળા, કોઠારિયા, વાડલા, નાના કેરાળા, મેમકા, લીંબડી, રઇ સાકળી, સૌકા, કારોલ, પાંદરી અને મોજીદડ ગામ તેમજ ચુડા તાલુકાના જોબા‌‌ળા, ભગુપુર, છલાણા, બલાણા, સોનઠા, રાણપુર, ધંધૂકાના દેવળીયા, પાટણા, બરાનીયા, સુંદરિયાણા, સાણાસર, અણીપાળી ભીમજી, વાગડ, ઊંચડી, ચંદરવા, વેજળકા અને બરવાળાના ગામડાઓને સિંચાઇ માટે પાણી મળી શકે તેમ છે. ઉપરોક્ત મોટાભાગના ગામોમાં હાલ કપાસના પાકને સિંચાઇના પાણી માટેની તાંતી જરૂરિયાત છે. તેમજ જુવારના પાક બાદ જીરૂ અને ઘઉં માટે કેનાલમાં પાણઈ નથી. આથી ગામના તમામ ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.

અમારી માંગ પૂરી થાય તો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો પણ બહિષ્કાર કરશે: ખેડૂતોની ચીમકી

બોટાદ જિલ્લાના બરવાળા, રાણપુર, ચુડાના ખેડૂતોનું સિંચાઈના પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર

અન્ય સમાચારો પણ છે...