રાજપૂત છાત્રાલયના વિધાર્થીઓનું સન્માન કરાયું
લીંબડી | લીંબડીની દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે વર્ષ 2017-18 દરમિયાન રાષ્ટ્રીયકક્ષાએ રમતગમતમાં ઉત્કષ્ટ દેખાવ કરનારા તથા શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઠાકોર સાહેબ છત્રસાલજી, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, રૂપસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જયરાજસિંહ રાણા, રામદેવસિંહ રાણા, હળદેવસિંહ રાણા તથા અજયસિંહ જાડેજાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૃહપતિ હરપાલસિંહ તથા યોગેન્દસિંહ અને માનદમંત્રી બ્રિજરાજસિંહે જહેમત ઉઠાવી હતી.