તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીમાં ચોરી કરનારા ભૂવાને મુંબઇ રેલ પોલીસે ઝડપી લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીમાંકોઇ માંડવામાં ધૂણવા આવેલો માતાજીનો ભુવો માંડવો પૂરો થયા બાદ ચોકમાંથી કિંમતી મોબાઇલ ચોરી ભાગ્યો હતો. મુંબઇ રેલવે પોલીસે પકડયા બાદ લીંબડી પોલીસ ટીમ મુંબઇ પહોંચી આરોપી ભુવાને ઝડપી લાવ્યા હતાં. લીંબડીની પોલીસ કરેલી પૂછપરછમાં ભાંગી પડેલા ભુવાએ પહેલા કોળ્યે માંખી આવી હોવાનું જણાવ્યું હતું.

લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામનો રહીશ માતાજીના ભુવા તરીકે ઓળખાતો વિષ્ણુભાઈ લાલજી દેવીપૂજક લીંબડી કોઇ માંડવામાં આવ્યો હતો. જેમાં માતમચોકમાં રહેતા દલવાડી પરસોત્તમભાઈનાં મકાનમાં બે કિંમતી મોબાઇલ તથા તેમના પત્નીનું પર્સ કુલ મળી રૂ. 65 હજારની મત્તા ઉઠાવી ભાગ્યો હતો. રેલવે પોલીસે તેને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેતા હેડકોન્સ્ટેબલ મુંબઇ જઇ આરોપીનો કબજો મેળવી લઇ આવ્યા હતાં. આરોપીએ બેકારી હોવાથી હાથ ખર્ચો કાઢવા પહેલા વહેલી તસ્કરી કરી પણ અણ આવડતના હિસાબે તે ગણતરીનાં કલાકમાં પાપનો ઘડો ફૂટી ગયો પહેલા કોળ્યે માંખ આવી હોય તેમ તસ્કરીની પોલ ખૂલ્લી ગઇ હતી. લીંબડી પોલીસે આરોપી ભુવા વિષ્ણુભાઈ લાલજીભાઈનો મુંબઇ પોલીસ પાસેથી કબજો લઇ કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી. અને ગ્રામ્ય પંથકમાં નાની મોટી ચોરીનાં બનાવો હજુ વણઉકેલ્યા હોય વધુ તપાસમાં પૂછપરછ જરૂરી હોય રિમાન્ડની માંગણી કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

બેકારીથી કંટાળી ચોરી કર્યાની ભૂવાની કબૂલાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો