લીંબડીમાં બસ મોડી પહોંચતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી-બોરણા-ઝામડી એસટી બસ વહેલી શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ અને એબીવીપી મંડળના યુવાનો દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું કે, બસ લીંબડીમાં મોડી પહોંચતા વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચે છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સમય તથા અભ્યાસ બગડે છે. તાત્કાલિક ધોરણે આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

જો બુધવાર સુધીમાં બસના સમયમાં ફેરફાર કરવામાં નહી આવે તો વિદ્યાર્થીઓ સાથે મળી એબીવીપી મંડળ ઉગ્ર આંદોલન કરશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી.

એબીવીપી મંડળના યુવાનો અમરશીભાઈ ઠાકર, દશરથસિંહ પરમાર, ગૌતમભાઈ ધલવાણીયા, બ્રિજરાજસિંહ ઝાલા સહિત બોરણા અને ઝામડી ગામના મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા.

લીંબડી-ઝામડી બસ વહેલી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...