તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી ને.હાઇવેથી ભાલ પંથકને જોડતો માર્ગ નવિનીકરણ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીથીભાલપંથકને જોડતો ઉંટડી-ખંભલાવ-પાણશીણા માર્ગ તો છેલ્લા ઘણા સમયથી તૂટી ગયો છે. ભાલ પંથકનાં ગામડાના લોકોને લીંબડી હાઇવેથી જોડતો ટૂંકા અંતરવાળો માર્ગ જનશાળી-દેવપરા પાસે લીંબડી જનશાળી દેવપરા વચ્ચે ભોગાવોની ખારી છલ્લીનું પાણી ફરી વળતા દેવપરા-ભાલપંથકનો રસ્તો મોટા ભાગે તૂટી ગયો છે. બાબતે લીંબડી તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન જનકબેન ગગજીભાઈ ગોહિલે રસ્તાનું સત્વરે નવિનીકરણ થાય તે માટે રજૂઆત કરી છે. જો રસ્તો રિપેરીંગ થાય તો અમદાવાદ-રાજકોટ હાઇવેથી ભાલપંથકનાં કમાલપુર, હડાળા, દેવપરા, આણંદપર, ફેદરા, ધોળી વગેરે ગ્રામજનોને અંતર ટૂંકુ થાય અને લીંબડી થઇ ભોગાવો ઓળંગી જવાનો ફોગટ ફેરો થાય.

વહેલી તકે રજૂઆત કરવામાં આવેવા રસ્તાનું કામ શરૂ થાય તે સંર્દભે ધોળી-હડાળા-આણંદપર-દેવપરા, જનશાળી ગ્રામજનોએ પણ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે.

તા. પં. કારોબારી સમિતિ ચેરમેને રસ્તા માટે કરી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...