તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત પોલીસ IGની કારનો લીંબડી હાઇવે પર અકસ્માત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપોલીસ વિભાગના આઇજી પ્રવિણ સિંહાની કાર લીંબડી નેશનલ હાઇવે પર આગળ જતી ટ્રક પાછળ ઘૂસી જતા આઇજીની કારના ભૂક્કા બોલી ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત આઇજીને તાબડતોબ સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી રાજકોટ તરફ રવાના કરાયા હતા.

ગુજરાત પોલીસ વિભાગના આઇજી અને હાલમાં દિલ્હી ખાતે ફરજ બજાવતા પ્રવિણ સિંહા ગુજરાત આવ્યા બાદ જૂનાગઢ પોલીસવડાની કચેરીમાં જવા નીકળ્યા હતા. લીંબડી નેશનલ હાઇવે પર ટોકરાળા કટારિયા વચ્ચે આઇજીની કારને એક ટ્રક ઓવરટેક કરતી હતી. ત્યારે આગળ જતી ટ્રકે એકાએક બ્રેક મારતા આઇજીની પૂરપાટ ઝડપે જતી કાર આગળ જતી ટ્રક પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં આઇજીની કારના એન્જીનના ભાગના ભૂક્કા બોલી ગયા હતા. જયારે આઇજીને હાથમાં ઇજાઓ થતા તાબડતોબ સારવાર માટે લીંબડી હોસ્પિટલ લઇ જવાયા હતા. બનાવની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક હરદેવસિંહ વાઘેલા, પાણશીણા પીએસઆઇ બી.વી.ઝાલા, લીંબડી પીએસઆઇ વાય.એમ.ગોહિલ, હસુભાઇ વગેરે ધસી ગયા હતા. જેમાં પ્રાથમિક સારવાર બાદ તેઓ રાજકોટ તરફ રવાના થયા હતા. જયારે અકસ્માત કરનાર ટ્રક ચાલકને કાર કોઇ મોટા પોલીસ અધિકારીની હોવાની જાણ થતા ટ્રક હાઇવે પર મૂકી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

લીંબડી હાઇવે પર અકસ્માત વધી રહ્યા છે તેમાં રાજ્યાના આઇજી પણ બાકાર રહ્યા હતા }અશ્વિનસિંહ રાણા

અન્ય સમાચારો પણ છે...