તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદીનો માર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીનીઆગવી ઓળખ એટલે કચરિયું.. નોટબંધીની કમઠાણે કચરિયાનાં ધંધાને પણ માઠી અસર પડી છે. ઝાલાવાડના કાળાતલના કચરિયાના ધંધાને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે.

લીંબડીનું નામ પડતાં કેટલાક સ્વાદપ્રિય લોકોને કચરિયાની યાદ આવી જાય છે. શિયાળાની શરૂઆત થતાં લીંબડીના તળાવકાંઠે કચરિયાની ઘાંણીઓ ધમધમવા માંડે અને ગ્રામ્યવિસ્તારમાંથી ખેડૂતો કાળા તથા સફેદ તલના વેચાણ તથા કચરિયા કઢાવવા આવી જતા હતા. એક સમયે લીંબડીના બળેવીયા કાંઠે તથા તળાવ કાંઠે અને નદી કાંઠે મોટા ઉપાશ્રય માર્ગે અંદાજે 40થી વધુ કચરિયાની ઘાણીઓ સવારથી ધમધમવા માંડતી હતી. પણ આજે માંડ દસ બાર ઘાંણીઓએ કચરિયાના ધંધાને જાળવી રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં આવતાં એનઆરઆઈ તથા વિદેશના મુલાકાતીને કચરિયાનો સ્વાદ પસંદ પડતાં હવેતો દક્ષિણ આફ્રિકા, લંડન, અમેરિકામાં તથા હજ પઢવા જતાં યાત્રાળુઓ તેમજ દુબઇ અને ઇરાક અને ઈરાનના લોકો સુધી કચરિયાની માંગ રહે છે. અમદાવાદ, મુંબઈ અને બેંગ્લોરના વેપારીઓ લીંબડીના કચરિયાને સ્પેશ્યલ પેકિંગ કરાવી વિદેશમાં મોકલી વેપાર કરે છે. પરંતુ વર્ષે નોટબંધીની અસરથી કચરિયાના ધંધા ઉપર મંદીની અસર પડી છે. લીંબડીના કચરિયાના વેપારી અકબરભાઇએ જણાવ્યું કે વર્ષે ઝાલાવાડમાં ઓછા વરસાદના કારણે જોઇએ તેવું કાળા તલનું ઉત્પાદન થયું નથી. જેથી કચરિયા માટે અમરેલી, બાબરા, ધોળા, ઢસા બાજુથી કાળા તલ મગાવવા પડે છે.

ઓછા વરસાદને કારણે વર્ષે કચરિયા માટે જિલ્લા બહારથી તલ મંગાવવા પડ્યા

અન્ય સમાચારો પણ છે...