લીંબડી હાઇવે પર ડિવાઇડર નજીક ખાડા રિપેર કરવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી નેશનલ હાઈવે પરના સર્કલ પાસેના ડિવાઈડર નજીક પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો તથા આજુબાજુની સોસાયટીઓના રહીશો અને હાઈવે નજીક હોટલો, દુકાનદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો કરવામાં છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ નહી ધરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

લીંબડીથી અમદાવાદ તરફ જતા હાઈવે સર્કલ પાસે આવતા ડિવાઇડર નજીક મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો, આજુબાજુની વિવેકાનંદ સોસાયટી, હરિદર્શન સોસાયટી, ચામુંડા પાર્ક, ઉમીયા પાર્ક, શિવ આશિષ સહિતની સોસાયટીના રહીશો હાઈવે આસપાસના દુકાનદારો, હોટલ ધારકો અને અન્ય ધંધાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો કરવા છતા ખાડાઓ રીપેર કરવામાં નહી આવતા લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. આ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓફિસમાં સેક્શન ઓફિસર જી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે અમને મૌખિક રજૂઆતો મળી છે. રજૂઆતોને ધ્યાનમાં રાખીને 6 લેનની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને અમે આ અંગે ધ્યાન દોર્યું છે.

અન્ય સમાચારો પણ છે...