તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી શહેરના બિસમાર રસ્તાથી અરજદાર પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી શહેરથી પોલીસ સ્ટેશન અને તાલુકા સેવા સદન તરફ જવા માટેનો રોડ બીસ્માર બનતા અરજદારો અને સરકારી કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તા પર ઢીંચણ સમાણા પાણી ભરાઈ જતા ન છૂટકે લોકોને સરકારી કચેરી સુધી જવા માટે હાઈવે રોડનો ઉપયોગ કરવો પડે છે.

લીંબડી તાલુકા સેવા સદન, પોલીસ મથક અને ડીવાયએસપી કચેરીઓ સુધી શહેરથી જવા માટે રસ્તો બીસ્માર બનતા લોકો તથા કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તા 17 થી 21 ઓગસ્ટ સુધી પડેલા 83 મી.મી વરસાદને કારણે રસ્તા પર ઢીંચણ સમાણા પાણી ભરાઈ જતા તાલુકા સેવા સદન ખાતે આવેલી ન. કલેકટર, મામલતદાર ઓફીસ, મધ્યાહન ભોજન શાખા સહિતની ઓફિસોમાં કામકાજ માટે આવતા અરજદારો અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ન છૂટકે નેશનલ હાઈવે તરફથી કચેરીઓમાં જવા મજબૂર બન્યા છે. લોકોથી લઈને સરકારી કર્મચારીઓની દ્વારા માંગ ઉઠવા પામી છે કે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરી રસ્તાને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...