લીંબડી | લીંબડીની દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડી.એલ.એસ.એસ શાળા ખોડુભા માધવસિંહ ઝાલા વિધાલયના વિધાર્થીઓએ મહારાષ્ટ્ર શિરડી ખાતે યોજાયેલી અંડર-12 નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. જેમાં નેશનલ લેવલે ટીમ ઇવેન્ટમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી બોન્ઝ મેડલ જીત્યો હતો તથા વ્યક્તિગત રમતમાં હર્ષદિપસિંહ પી. સરવૈયાને સિલ્વર મેડલ જીત્યો હતો. ફેન્સિંગ કોચ સંદિપ શર્મા, ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા