લીંબડીમાં શિયાણીમાં ખોદકામ દરમિયાન પાંચ પૌરાણિક ખાંભીઓ મળી આવી

ભાસ્કર િવશેષ | પંચમુખી હનુમાનજી મંદિરના નિર્માણનું કાર્ય દરમિયાન, આ ખાંભીઓ સંવત 1785ની હોવાનું અનુમાન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
લીંબડીમાં શિયાણીમાં ખોદકામ દરમિયાન પાંચ પૌરાણિક ખાંભીઓ મળી આવી
લીંબડીના શિયાણી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમમાં મંદિરના નિર્માણનું કાર્ય હાથ ધરાયું હતું. તળાવની પાળે ખોદકામ કરતા પાંચ પૌરાણિક પાળીયાઓ સવંત 1785 સાલના મળી આવ્યા હતા. આ ખાંભીઓ નીચે સંસ્કૃત ભાષામાં લખાણ કરાયુ છે. ત્યારે લોકોમાં આ ખાંભીઓ કોની હશે અને શું લખાણ લખાયું છે તે જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે. લીંબડીના શિયાણી ગામે તળાવ પાસે આવેલું પૌરાણિક પંચમુખી હનુમાનજી મંદિર અને શિવાલય આવેલા છે. હનુમાનજી મંદિરનું બાંધકામને ઘણા વર્ષો થઈ ગયા હોવાથી નિર્માણનું કાર્ય હાથ ધરાયું ુ હતું. આ તળાવની પાળે ખોદકામ કરતા સવંત 1785 સાલની પાંચ પૌરાણિક ખાંભીઓ નીકળી હતી. ખોદકામ દરમિયાન વર્ષો જુના પાળીયાઓ મળવાની ખબર લોકોને જેમ જેમ પડી રહી છે. તેમ તેમ ખાંભીઓ જોવા માટે લોકોની ભીડ જામી રહી છે. ખાંભી નીચે સંસ્કૃત ભાષામાં લખાણ કરાયુ હોય તેવું લાગી રહ્યું છે. શું લખાયું છે તે જાણવા માટે લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે.

શિયાળી ગામે મંદિરના નિર્માણ કામના ખોદકામ દરમિયાન સવંત 1785 સાલની ખાંભીઓ મળી આવી હતી. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

X
લીંબડીમાં શિયાણીમાં ખોદકામ દરમિયાન પાંચ પૌરાણિક ખાંભીઓ મળી આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App