લીંબડીની સભાનો બહિષ્કાર કરી કોંગ્રેસનો વોકઆઉટ

લીંબડીની સભાનો બહિષ્કાર કરી કોંગ્રેસનો વોકઆઉટ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:10 AM IST
લીંબડી નગરપાલિકામાં નવા પ્રમુખ નિમાયા બાદ નગર પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સત્તાધારી પક્ષ ના ઉપપ્રમુખ સહિત સાત સભ્યો હાજર નહી રહેતા અનેક તર્કવિતર્કો ઉઠયા હતા. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા સભાનો બહિષ્કાર કરી વોકઆઉટ કરવામાં આવ્યુ હતું.

લીંબડી નગરપાલિકામાં પ્રમુખની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે ધીરૂભાઈ લીંબાભાઈ ખાંદલાની પસંદગી કરાઈ હતી. ગુરૂવારના રોજ પ્રથમ વહિવટી સામાન્ય સભા યોજાઈ હતી.

ભાજપાના ચૂંટાયેલા 16 સભ્યોમાંથી 8 હાજર રહ્યા હતા. જયારે કોંગ્રેસના 12 માંથી 8 સભ્યો હાજર રહ્યા હતા. સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ સહિત સાત સભ્યો ગેરહાજર રહેતા અનેક ચર્ચાઓ એ વેગ પકડ્યો હતો. સામાન્ય સભામાં બન્ને પક્ષોના 8-8 સભ્યો હાજર રહેતા પ્રમુખ દ્વારા પોતાનો વિશેષ મતનો ઉપયોગ કરી વહિવટી સામાન્ય સભાને મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યો દ્વારા સામાન્ય સભાનો બહિષ્કાર કરી વોકઆઉટ કરી સભામાંથી નીકળી ગયા હતા. પાલિકાના ઉપપ્રમુખ દેવુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે નગરપાલિકાની કામગીરીમાં બહારના વ્યકિત વહિવટ કરે તેનો અમને વિરોધ છે. કોંગ્રેસ પક્ષ તરફથી ચાર સભ્યો ગેરહાજર રહેતા વિરોધ પક્ષના નેતા છેલાભાઈ ભરવાડે જણાવ્યું કે બે સભ્યો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે.

ભાજપાના ગેરહાજર રહેલા સભ્યો

દેવુભાઈ ભરવાડ (ઉપપ્રમુખ), ધનજીભાઈ મકવાણા, જયશ્રીબા આર. રાઠોડ, ચિકાભાઈ બી. ઝીંઝુવાડીયા, રતનબેન એમ.વોરા, ઉર્મિલાબેન આર.ચાવડા, ધર્મિષ્ઠાબા એન.ઝાલા,

X
લીંબડીની સભાનો બહિષ્કાર કરી કોંગ્રેસનો વોકઆઉટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી