તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીના સ્વિમર ગ્રુપે 80 હજારના ખર્ચે તળાવ ચોખ્ખું કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીના 100 વર્ષ જુના છાલીયા તળાવની જાળવણી પ્રત્યે તંત્રએ મોં ફેરવી લેતા પોતાનું કુદરતી સૌંદર્ય ખોઈ રહ્યું હતું. ત્યારે લીંબડી છાલીયા મહાદેવ સ્વીમીંગ ગ્રુપના સભ્યોએ સ્વ ખર્ચ ઉઠાવી તળાવને સ્વચ્છ બનાવી સુંદરતા પાછી આપી છે.

લીંબડી નેશનલ હાઈવે પર આવેલ રાજાશાહી વખતનું એક સુંદર પર્યટક સ્થળ છાલીયા તળાવ સ્વચ્છતા અને જાળવણીના અભાવે કુદરતી સૌંદર્ય ખોઈ નામશેષ બની રહ્યું હતું. તળાવના પાણીમાં લીલા વેલા, જંગલી ઝાડી તથા લોકો દ્વારા ફેંકાયેલી વસ્તુઓને કારણે નિયમિત સફાઈના અભાવે સ્વચ્છતા નહી જળવાતા પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી મોટી મોટી વાતોના બણગાં ફૂંકી નેતાઓ સફાઈના ફોટા સેશન કરીને લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવી રહ્યા છે. ત્યારે ઐતિહાસિક છાલીયા તળાવની દુર્દશા જોઈ છાલીયા મહાદેવ સ્વીમીંગ ગ્રુપના 65 સભ્યો દ્વારા પાંચ દિવસોનો અથાગ પરિશ્રમ અને અંદાજે 80,000 ના ખર્ચે પાણી અંદર રહેલો 10 ટન જેટલો લીલો અને સુકો કચરો કાઢી, તળાવના પગથીયા અને થાકલાની મરમ્મત કરાવીને છાલીયા તળાવની ખોવાયેલી સુંદરતા પાછી આપવાની કોશિશ કરવામાં આવી છે.

લીંંબડીનું 100 વર્ષ જુનું છાલીયા તળાવ સ્વચ્છતા પહેલા.

લીંંબડીનું 100 વર્ષ જુનું છાલીયા તળાવ સ્વચ્છતા પછી.

અન્ય સમાચારો પણ છે...