તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂડામાં સીંચાઈનાં મશીનો-પાઈપોને પોલીસે નુકસાન કર્યાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂડા તાલુકામાં પસાર થતી બોટાદ બ્રાન્ચની નર્મદા કેનાલ પર તા. 3 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યાના અરસામાં ચૂડા તાલુકાના વડોદ, બોરાણા, ચૂડા, જેપર, કુડલા, જીંજાવદર, મીણાપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર નર્મદા વિભાગના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસની ટીમ ત્રાટકી હતી. ખેડૂતોના સીંચાઈ માટે રાખેલા મોંઘા ભાવના ઓઈલ એન્જિન અને પાઈપ લાઈન પર જેસીબી મશીન સહિતના સાધનો દ્વારા તોડફોડ કરી નુકસાની કર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

ખેડૂતોને જાણ કર્યા વિના સીંચાઈના મશીનો હટાવી લેવાની અને જો સીંચાઈના મશીનો નહી હટાવવામાં આવે તો ખેડૂતો પર કેસ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ સાથે ચૂડા તાલુકાના છથી સાત ગામોના ખેડૂતો અને આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને પોલીસની કામગીરીને લઈને તા.4 ઓક્ટોબરે મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.

પાણીનો બગાડ કરતી બકનળીઓ હટાવાઇ, એન્જિન કે પાઇપોને નુકશાન કરાયુ નથી
ઉપરના ગામોમાં પાણી નહી પહોંચતું હોવાની અને પાણી ચોરીની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને નર્મદાના અધિકારીઓને સાથે રાખીને ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમુક જગ્યાએ બકનળીઓ દ્વારા પાણીનો બગાડ પણ નજરે પડ્યો હતો જેને હટાવી લેવાઇ છે. બાકી ખેડૂતોના એન્જિન કે પાઈપોને નુકસાન કરવામાં આવ્યું નથી. પ્રદીપસિંહ જાડેજા, લીંબડી ડીવાયએસપી

જો મશીન હટાવાશે તો જલદ આંદોલન કરાશે
ચૂડા સહિત સાત ગામોના સરપંચોએ લેટરપેડ પર પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વખોડી કાઢી છે. અને જો ખેડૂતોના સીંચાઈના મશીનો હટાવવામાં આવશે તો ચૂડા તાલુકાના પાંચથી સાત હજાર ખેડૂતો દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે. હિતેન્દ્રસિંહ ઝાલા, સરપંચ, ચૂડા ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...