તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

STના ડ્રાઇવર-કન્ડક્ટરે મુસાફરને લેપટોપ અને દસ્તાવેજો પરત કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી એસ.ટી ડેપોની ત્રાડીયા-સુરેન્દ્રનગર રૂટની બસમાં મુસાફરી કરતા નિલેશકુમાર ત્રાડીયાથી બસમાં બેસીને લીંબડી ઉતરી ગયા હતા. ભુલમાં પોતાની સાથે લાવેલી બેગ કે જેમાં લેપટોપ અને અગત્યના દસ્તાવેજો હતા તે બસમાં જ ભુલી ગયા હતા.

બસ સુરેન્દ્રનગર પહોંચી ત્યારે બધા પ્રવાસીઓ ઉતરી જતા સીટમાં પડેલી બેગ પર કંડક્ટર હરીભાઈ વાઘેલાની નજર પડતાં ડ્રાઇવર સહદેવસિંહ મંગુભા રાણાને જાણ કરી. બેગ ઉપર લખેલા નંબર પર ફોન કરીને પુરતી તપાસ કરીને મુસાફરને લીંબડી એસ.ટી ડેપોમાં બોલાવીને ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, લલિતભાઈ સોલંકી અને મદનસિંહ જાડેજાની હાજરીમાં બેગ પાછી સોંપી હતી. બેગ પાછી મળતા લાગણીશીલ બની ગયેલા મુસાફર નિલેશકુમારે કર્મચારીઓનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે એસ.ટી કર્મચારીઓની ઈમાનદારી જોઈ એસ.ટી ઉપર મારો વિશ્વાસ વધી ગયો છે.

એસ.ટી કર્મચારીઓએ ઈમાનદારી દાખેડી મુસાફરે ભુલેલો કિંમત સામાન પરત કર્યો હતો. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...