તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીના ST ડેપોમાં શૌચાલય છે, પાણી જ નથી, મહિનાથી બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી એસ.ટી ડેપોમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બસસ્ટેંન્ડમાં મુસાફરો માટે બનાવેલું શૌચાલય છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

લીંબડી એસ.ટી ડેપોમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરેલુ એસ.ટી બસસ્ટેંન્ડમાં મુસાફરોને સુવિધા માટે તૈયાર કરેલું સુર્યનારાયણ સામાજિક સેવા સંસ્થાન દ્વારા સંચાલિત પ્રવાસી શૌચાલય છેલ્લા એક મહિનાથી બંધ હોવાની મુસાફરોમાં બુમરાણ ઉઠી છે. શૌચાલયમાં પાણી નહી આવવાને કારણે સફાઈ પણ કરવામાં આવી નથી. આથી ગંદકી અને દુર્ગંધ આવે છે. આ અંગે કોન્ટ્રાક્ટર રાજુભાઈ જણાવ્યું કે સફાઈની કામગીરી માટે એક વ્યક્તિ રાખવામાં આવી છે. પાણી પૂરૂ પાડવાની જવાબદારી એસ.ટી નિગમ મને પાણી જ નહી મળે તો હું શું કરી શકું તેમ કહી પોતાના હાથ ખંખેરી લીધા હતા. આ અંગે એસ.ટી ડેપોના કર્મચારીઓએ જણાવ્યું હતું કે શૌચાલયની સફાઈ કરવા માટે રાખવામાં આવેલા કામદાર પાસેથી કોન્ટ્રાક્ટર દર મહિને છ હજાર રૂપિયા ઉઘરાવે છે. એસ.ટી નિગમ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની લડાઈમાં લીંબડી એસ.ટી ડેપોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે.

લીંબડી એસ.ટી ડેપોના શૌચાલયમાં સફાઈને અભાવે મુસાફરોને અગવડ પડી રહી છે. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...